વૈદિક જ્યોતિષમાં ચંદ્રમાને મન, ભાવનાઓ અને માનસિક સ્થિતિનો કારક માનવામાં આવે છે, તેથી તેનું ગોચર સીધો વ્યક્તિના મૂડ, વિચારશક્તિ અને નિર્ણય ક્ષમતા પર અસર કરે છે. મીન રાશિમાં ચંદ્રમાનું ગોચર ખાસ કરીને કલ્પનાશક્તિ, અંતરદૃષ્ટિ અને ભાવનાત્મક ઊંડાણમાં વધારો કરશે. આ દરમિયાન વ્યક્તિ આધ્યાત્મિકતા તરફ વધુ આકર્ષિત થઈ શકે છે અને તેનું મન વધુ ઊંડાણથી વિચારશે. કેટલીક રાશિઓ માટે આ સમય ખૂબ શુભ સાબિત થઈ શકે છે.
આ 3 રાશિઓ માટે સમય શુભ રહેશે
મેષ રાશિ
ચંદ્રમાનું આ ગોચર મેષ રાશિના લોકો માટે રાહત અને શાંતિ લઈને આવી શકે છે. લાંબા સમયથી ચાલી રહેલી માનસિક પરેશાનીઓ ઓછી થશે. મનમાં શાંતિ અનુભવાશે, જેના કારણે કામ પર વધુ ફોકસ કરી શકશો. ઓફિસમાં પણ પરિસ્થિતિ ધીમે-ધીમે સુધરશે. ભવિષ્યની યોજના બનાવવા માટે આ સમય સારો રહેશે.
કર્ક રાશિ
કર્ક રાશિ માટે આ ગોચર ભાગ્યનો સાથ લઈને આવી શકે છે. અટકેલા કામ પૂર્ણ થઈ શકે છે. નોકરી અથવા અભ્યાસ સંબંધિત બાબતોમાં સકારાત્મક પરિણામ મળી શકે છે. પ્રવાસના યોગ પણ બની શકે છે, જે લાભદાયક સાબિત થશે. આત્મવિશ્વાસ વધશે અને લીધેલા નિર્ણયો યોગ્ય સાબિત થઈ શકે છે.
વૃશ્ચિક રાશિ
વૃશ્ચિક રાશિના લોકો માટે આ સમય ખુશીઓ લઈને આવી શકે છે. પ્રેમ જીવનમાં સુધારો આવશે અને સંબંધોમાં મીઠાશ વધશે. જે લોકો ક્રિએટિવ ક્ષેત્ર સાથે જોડાયેલા છે તેમના માટે આ સમય ખાસ લાભદાયક રહેશે. આર્થિક બાબતોમાં પણ સુધારાના સંકેત મળી શકે છે.
કઈ બાબતોનું ધ્યાન રાખવું
ભાવનાઓમાં વહેીને મોટા નિર્ણયો લેવાનું ટાળો.
ખર્ચ પર નિયંત્રણ રાખો.
વધુ વિચારવાથી માનસિક તણાવ વધી શકે છે.
ધ્યાન અને મેડિટેશન કરવું લાભદાયક રહેશે.
આ પણ વાંચો: Vish Yog 2026: સૂર્યપુત્ર શનિદેવ અને ચંદ્રમાં સાથે મળી બનાવશે ભયંકર વિષયોગ
(Disclaimer: આ સમાચારમાં આપવામાં આવેલી માહિતી ધાર્મિક માન્યતાઓ અને સામાન્ય માહિતી પર આધારિત છે. (sandesh news) સંદેશ ન્યૂઝ આની પુષ્ટિ કરતું નથી.)