આજના સમયમાં મન ચંગા તો કથરોટમા ગંગા આ કહેવત ખુબ ઉપયોગી છે. જેનું મન મજબૂત તે દરેક સ્થિતિમાં આગળ નીકળી શકે છે. ચંદ્ર સીધો મન પર અસર કર છે. તુલા રાશિમાંથી નીકળીને ચંદ્રએ વૃશ્ચિક રાશિમાં પ્રવેશ કર્યો છે. ચંદ્રમાં ભાવનાઓ, સ્વભાવ, માતા અને માનસિક સ્થિરતાનો પ્રતિક માનવામાં આવે છે.


ગ્રહોના સેનાપતિ મંગળની વૃશ્ચિક રાશિનો સ્વામી છે, તેથી આ ગોચરથી મંગળની ઉર્જાનો પ્રભાવ અને ફાયદો મળશે.

કર્ક રાશિ

આ રાશિના જાતકોને ખુશખબરી મળશે, જીવનમાં ખુશીઓ આવશે. રોકાણથી ફાયદો થશે, જો તમે નોકરી બદલવાનુ વિચારી રહ્યા છો તો આ સમય તમારા માટે શ્રેષ્ઠ છે. તમને સારી એવી તક મળશે. વેપારીઓને ફાયદો થશે અટવાયેલા કામ થવા લાગશે. માનસીક શાંતિ અનુભવશો. રોકાણથી બમ્પર લાભ થશે.

વૃશ્ચિક રાશિ

આ રાશિમાં ચંદ્ર દેવે ગોચર કર્યુ હોવાથી શુભ રહેશે, નોકરીયાત લોકોને ફાયદો થશે. જીવનમાં પ્રગત્તિ થશે. આર્થિક સ્થિતિ સુધરશે. ધાર્મિક પ્રવાશે જઇ શકશો. મનપસંદ વ્યક્તિ સાથે મુલાકાત કરી શકશો. રોકાણથી ફાયદો થશે. અટવાયેલા પૈસા પરત મળશે. જીવનના સંકટ દૂર થશે. મુશ્કેલી ટળશે. તમને રિયલ એસ્ટેટ, શિક્ષણ અને સરકારી સેવાઓમાં વિશેષ લાભ મળવાનો છે. સ્વાસ્થ્યનું ખાસ ધ્યાન રાખો. નિયમિત યોગ અને ધ્યાનથી સ્વાસ્થ્ય સંતુલિત રહેશે.

મીન રાશિ

આ જાતકોને ચંદ્ર ગોચરથી આ રાશિને સારૂ ફળ મળશે. મુશ્કેલી ટળશે. જીવનમાં શત્રુઓ પર વિજય મળશે. સુખનું સરનામુ મળશે. પ્રગત્તિના દરવાજા ખુલશે વેપારીઓને લાભ થશે. જીવનમા સારો લાભ થતા પ્રગત્તિના સોપાન સર કરી શકશો. નાણાકીય લાભ અને કારકિર્દીમાં ઉન્નતિના સંકેતો છે, પરંતુ સ્વાસ્થ્ય અને બિનજરૂરી ખર્ચાઓ પર ધ્યાન આપવું જરૂરી છે. આ સમય રોકાણ માટે પણ સારો છે, પરંતુ સંશોધન વિના કોઈ મોટું પગલું ન ભરો. 

  • Follow us on: