વર્ષ 2025નું છેલ્લું ચંદ્રગ્રહણ 7 સપ્ટેમ્બરના દિવસે લાગવા જઇ રહ્યુ છે. ચંદ્રગ્રહણના દિવસે કેટલીક વિશેષ વિધિઓ કરવાથી તમારી કુંડળીમાં ચંદ્ર ગ્રહની સ્થિતિ મજબૂત બને છે. સાથે ચંદ્રગ્રહણ દોષથી પણ બચી શકાય છે. આ દિવસે કરેલુ દાન આર્થિક રૂપથી સંપન્ન બનાવી શકે છે. આવો જાણીએ કે આ દિવસે કઈ કઈ વસ્તુઓનું દાન કરવું લાભદાયી રહે છે.

-ચંદ્ર ગ્રહણના દિવસે સફેદ ખાદ્ય પદાર્થોનું દાન કરવું જોઈએ. આ દિવસે પિતૃપક્ષની પણ શરૂઆત થઈ રહી છે તેથી અનાજનું દાન કરવાથી ચંદ્ર દોષ દૂર થાય છે અને સાથે પિતૃઓનું આશીર્વાદ પણ પ્રાપ્ત થાય છે.

-આ દિવસે સફેદ વસ્ત્રોનું દાન પણ કરી શકાય છે. વસ્ત્રોનું દાન કરવાથી ઘરમાં થતાં કંકાસ કલેશ દૂર થાય છે અને પરિવારિક જીવનમાં સુખ-સમૃદ્ધિ પ્રાપ્ત થાય છે.

-ચંદ્રમાં સાથે સંકળાયેલા રત્ન ચાંદીનુ પણ આ દિવસે દાન કરી શકો છો. ચાંદીનું દાન આરોગ્ય માટે શુભ માનવામાં આવે છે અને માનસિક શાંતિ પણ મળે છે.

-જે લોકોને કારકિર્દીમાં મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે, તેઓએ આ દિવસે મોતી (Pearl)નું દાન કરવું જોઈએ. મોતીના દાનથી કારકિર્દીમાં પ્રગતિ થાય છે અને ધનલાભ પણ થાય છે.