ધાર્મિક દૃષ્ટીએ મહત્ત્વનું આ વર્ષનું પહેલું અને છેલ્લું ચંદ્રગ્રહણ થવાનું છે અને જે ભારતમાં દેખાશે આથી તેને પાળવાનું રહેશે. આપણા શાસ્ત્રો અનુસાર, રાહુ અને કેતુના પ્રભાવને કારણે સૂર્ય અને ચંદ્રગ્રહણ થાય છે. ગ્રહણને એક ખગોળીય ઘટના કહેવાય છે જે આધ્યાત્મિક અને વૈજ્ઞાનિક બંને રીતે ખૂબ મહત્વ ધરાવે છે. ગ્રહણ દરમિયાન ધાર્મિક કાર્ય કરવાથી અનંત ગણુ પુણ્ય પ્રાપ્ત થાય છે.
શાસ્ત્રોમાં ગ્રહણ દરમિયાન બનતી ઘટનાઓ અને તેના ધાર્મિક પાસાં વિશે વિગતવાર વર્ણન કરવામાં આવ્યું છે. ચાલો વિગતવાર જાણીએ કે વર્ષ 2025નું પહેલું અને છેલ્લું ચંદ્રગ્રહણ ક્યારે થવાનું છે, તે ભારતમાં ક્યાં દેખાશે, તેનો સમય અને સૂતક સમયગાળો શું હશે.
વર્ષનું પહેલું અને છેલ્લું ચંદ્રગ્રહણ
ભાદ્રપદ પૂર્ણિમાના દિવસે 7 અને 8 સપ્ટેમ્બરની મધ્યરાત્રિએ સમગ્ર ભારતમાં ચંદ્રગ્રહણ સંપૂર્ણ રીતે દેખાશે. 7 સપ્ટેમ્બર, રવિવારના રોજ સાંજે 6 થી 7 વાગ્યાની વચ્ચે ભારતના દરેક ક્ષેત્રમાં ચંદ્ર ઉદય પામશે. આ પૂર્ણ ચંદ્રગ્રહણ 7 સપ્ટેમ્બરના રોજ રાત્રે 9:57 વાગ્યે શરૂ થશે અને મધ્યરાત્રિએ 1:26 વાગ્યે સમાપ્ત થશે. આ ચંદ્રગ્રહણનો સમયગાળો 3 કલાક 29 મિનિટનો રહેશે.
આ ગ્રહણના સ્પર્શ અને અંતનો સમય કંઈક આ રીતે રહેશે-
ગ્રહણનો પ્રારંભ સમય: 9:57 રાત્રે
પૂર્ણ ગ્રહણનો પ્રારંભ: 11:01 વાગ્યે
ગ્રહણનો મધ્ય ભાગ: 11:42 વાગ્યે
પૂર્ણ ગ્રહણનો અંત: 12:23 વાગ્યે
પૂર્ણ ચંદ્રગ્રહણનો અંત: 1:26 વાગ્યે
ગ્રહણનો સમય: 7 સપ્ટેમ્બર, રવિવારના રોજ રાત્રે 9:57 વાગ્યે શરૂ થશે અને 1:26 વાગ્યે સમાપ્ત થશે.
ગ્રહણનો કુલ સમયગાળો: ૩ કલાક 29 મિનિટ
ગ્રહણનો સૂતક કાળ: 7 સપ્ટેમ્બરના રોજ બપોરે 12.57 વાગ્યે શરૂ થશે. સૂતક કાળ પણ ચંદ્રગ્રહણના અંત સાથે એટલે કે 01.26 વાગ્યે સમાપ્ત થશે.
ગ્રહણ ક્યાં દેખાશે:
આ વર્ષનું પહેલું અને છેલ્લું ચંદ્રગ્રહણ સમગ્ર ભારતમાં દેખાશે. આ સાથે, તે યુરોપમાં ઈંગ્લેન્ડ, ઈટાલી, જર્મની, ફ્રાન્સ વગેરેમાં દેખાશે. આ ગ્રહણની શરૂઆત આફ્રિકાના મોટાભાગના દેશોમાં, ચંદ્ર ઉદય પછી જોવા મળશે. પૂર્વી ઓસ્ટ્રેલિયા, ન્યુઝીલેન્ડ, ફીજી વગેરેમાં, આ ગ્રહણનો અંત ચંદ્રાસ્ત સમયે જોવા મળશે. આ ગ્રહણ ભારત અને સમગ્ર એશિયામાં શરૂઆતથી અંત સુધી દેખાશે.
(Disclaimer: આ સમાચારમાં આપવામાં આવેલી માહિતી ધાર્મિક માન્યતાઓ અને સામાન્ય માહિતી પર આધારિત છે. (sandesh news) સંદેશ ન્યૂઝ આની પુષ્ટિ કરતું નથી.