ભારતમાં ચંદ્રગ્રહણ રાત્રે 9:57થી 11:46 વાગ્યા સુધીનો છે. આ ચંદ્રગ્રહણનો અંત મોડી રાત્રે 1:27 વાગ્યે થશે. આ વખતે ચંદ્રગ્રહણ પર ચંદ્ર લાલ રંગનો દેખાશે, જેને બ્લડ મૂન કહેવામાં આવે છે. ચંદ્રગ્રહણ પૂર્ણ ચંદ્રગહણ છે જે 3 કલાક 28 મિનિટ 2 સેકન્ડ સુધી રહેશે. ચંદ્રગ્રહણનો સૂતક સમયગાળો ચંદ્રગ્રહણના 9 કલાક પહેલા શરૂ થાય છે. ચંદ્રગ્રહણનો સૂતક સમયગાળો શું છે? ચંદ્રગ્રહણનો સૂતક સમયગાળો ક્યારે શરૂ થશે? ગ્રહણના સૂતક સમયગાળા દરમિયાન શું ન કરવું જોઈએ?

ચંદ્રગ્રહણનો સૂતક સમયગાળો શું છે?

સૂતક સમયગાળો ચંદ્રગ્રહણ શરૂ થવાના પહેલાનો સમય છે. સુતક કાળને અશુભ સમય માનવામાં આવે છે કારણ કે ધાર્મિક માન્યતાઓ અનુસાર, ચંદ્રગ્રહણ રાહુ અને કેતુના કારણે થાય છે. સૂતક કાળ દરમિયાન કોઈ શુભ કાર્ય કરવુ વર્જીત છે. ચંદ્રગ્રહણનો સૂતક કાળ ગ્રહણના સમયના 9 કલાક પહેલા શરૂ થશે.

ચંદ્રગ્રહણનો સૂતક કાળ ક્યારે શરૂ થશે?

પંચાંગ અનુસાર, 7 સપ્ટેમ્બરના રોજ ચંદ્રગ્રહણનો સૂતક કાળ બપોરે 12:57 વાગ્યે શરૂ થશે.

ચંદ્રગ્રહણનો સૂતક કાળ ગ્રહણના અંત સાથે સમાપ્ત થશે. સૂતક કાળ મોડી રાત્રે 1:27 વાગ્યે સમાપ્ત થશે.

સુતક કાળ દરમિયાન શું ન કરવું?

1. સૂતક કાળ દરમિયાન વ્યક્તિએ સૂવું જોઈએ નહીં.

2. આ સમય દરમિયાન સ્નાન, દાન, પૂજા કરવાની મનાઈ છે.

3. સૂતક કાળ દરમિયાન મંદિરોના કપાટ બંધ રાખવામાં આવે છે.

4. સૂતક કાળ દરમિયાન ગર્ભવતી મહિલાઓએ ખાસ કાળજી લેવી જોઈએ. તેમણે છરી, કાતર, સોય વગેરે જેવી તીક્ષ્ણ વસ્તુઓનો ઉપયોગ ન કરવો જોઈએ.

૫. સૂતક કાળ દરમિયાન કોઈ શુભ કાર્ય કરવામાં આવતું નથી.

૬. બાળકો, વૃદ્ધો અને બીમાર લોકોને સૂતક કાળના નિયમોમાંથી મુક્તિ આપવામાં આવી છે.