ખાસ વાત એ છે કે આ ચંદ્ર ગ્રહણ ભારતમાં દેખાશે, તેથી અહીં સૂતક કાળ માન્ય રહેશે અને ધાર્મિક નિયમોનું પાલન કરવામાં આવશે. માન્યતાઓ અનુસાર, સૂતક કાળ દરમિયાન મંદિરોના કપાટ બંધ રાખવામાં આવે છે અને પૂજા-પાઠ કરવામાં આવતા નથી. ગ્રહણ પૂર્ણ થયા પછી મંદિરોની સફાઈ કરી ગંગાજળનો છંટકાવ કરવામાં આવે છે અને ત્યારબાદ નિયમિત પૂજા-અર્ચના શરૂ થાય છે.
જ્યોતિષ મુજબ, આ ચંદ્ર ગ્રહણ સિંહ રાશિ અને પૂર્વા ફાલ્ગુની નક્ષત્રમાં લાગી રહ્યું છે. તેનો પ્રભાવ ખાસ કરીને કેટલીક રાશિઓ પર વધુ જોવા મળી શકે છે.
ચંદ્ર ગ્રહણ 2026 સૂતક કાળ સમય
આ પૂર્ણ ચંદ્ર ગ્રહણનો સૂતક કાળ 9 કલાક પહેલા, એટલે કે સવારે 6 વાગ્યે 20 મિનિટથી શરૂ થઈ જશે.
ક્યાં ક્યાં દેખાશે આ ચંદ્ર ગ્રહણ?
આ ચંદ્ર ગ્રહણ ભારતના પૂર્વીય વિસ્તારોમાં વધુ સ્પષ્ટ રીતે દેખાશે, જ્યારે અન્ય વિસ્તારોમાં આંશિક રીતે નજરે પડશે. ભારત સિવાય આ ગ્રહણ ઓસ્ટ્રેલિયા, દક્ષિણ-પૂર્વ એશિયા, પ્રશાંત મહાસાગર અને અમેરિકાના કેટલાક ભાગોમાં પણ દેખાશે.
ચંદ્ર ગ્રહણનો પ્રભાવ
જ્યોતિષીય માન્યતાઓ અનુસાર, આ ચંદ્ર ગ્રહણનો પ્રભાવ સૌથી પહેલા મન અને ભાવનાઓ પર પડશે. આ સમયગાળામાં વ્યક્તિને માનસિક અસ્થિરતા, ચિંતા અથવા નિર્ણય લેવામાં ગૂંચવણ અનુભવી શકે છે. તેથી આ સમયમાં શાંતિ જાળવવી અને મોટા નિર્ણયો ટાળવા યોગ્ય માનવામાં આવે છે. ચાલો, જાણીએ કે કઈ રાશિઓ માટે આ ગ્રહણ અશુભ રહી શકે છે.
કર્ક રાશિ (Cancer)
કર્ક રાશિના સ્વામી ચંદ્ર છે, તેથી આ રાશિના જાતકો પર ગ્રહણનો પ્રભાવ વધુ થઈ શકે છે. આર્થિક મામલાઓ, રોકાણ અને મિલ્કત સંબંધિત નિર્ણયોમાં ઉતાવળ ન કરવી. પરિવાર, ખાસ કરીને માતાના આરોગ્યનું ધ્યાન રાખવું અને વાણીમાં સંયમ રાખવો.
ઉપાય: ભગવાન શિવને જળ અર્પણ કરો અને “ૐ નમઃ શિવાય” મંત્રનો જાપ કરો.
સિંહ રાશિ (Leo)
આ ગ્રહણ સિંહ રાશિમાં જ લાગી રહ્યું છે, તેથી આ રાશિના લોકોએ વિશેષ સાવચેતી રાખવાની જરૂર છે. આવતા 15 દિવસ સુધી મોટા નિર્ણયો ટાળો, ખર્ચ પર નિયંત્રણ રાખો અને સંબંધોમાં સંતુલન જાળવો.
ઉપાય: ગ્રહણ પછી સ્નાન કરો, દાન કરો અને ભગવાન શિવનો અભિષેક કરો.
કન્યા રાશિ (Virgo)
કન્યા રાશિના લોકો માટે આ ગ્રહણ ખર્ચ અને માનસિક સ્થિતિને પ્રભાવિત કરી શકે છે. અનાવશ્યક ખર્ચ ટાળો અને નકારાત્મક વિચારોમાંથી દૂર રહો. કારકિર્દી સંબંધિત નિર્ણયોમાં ઉતાવળ ન કરવી.
ઉપાય: ભગવાન શિવની પૂજા કરો, બેલપત્ર અર્પણ કરો અને નિયમિત મંત્ર જાપ કરો.
આ પણ વાંચો: Holika Dahan 2026: ભૂલથી પણ આ લોકોએ ન કરવા પ્રગટાવેલી હોળીના દર્શન
(Disclaimer: આ સમાચારમાં આપવામાં આવેલી માહિતી ધાર્મિક માન્યતાઓ અને સામાન્ય માહિતી પર આધારિત છે. (sandesh news) સંદેશ ન્યૂઝ આની પુષ્ટિ કરતું નથી.)