શુદ્ધિકરણથી સકારાત્મક ઊર્જાનો પ્રવાહ વધે છે અને દેવી-દેવતાઓની કૃપા યથાવત્ રહે છે. સૌ પ્રથમ ગ્રહણ પૂર્ણ થયા પછી સ્નાન કરી આખા ઘરની સફાઈ કરો. પોતુ કરતા સમયે પાણીમાં ગંગાજળ અથવા મીઠું ઉમેરવું શુભ માનવામાં આવે છે. તેનાથી નકારાત્મક ઊર્જા દૂર થાય છે. ઘરના મુખ્ય દરવાજા, પૂજા સ્થળ અને રસોડાની ખાસ સફાઈ કરવી જોઈએ, કારણ કે આ સ્થળો પવિત્ર ગણાય છે.
ઘર અને મંદિરમાં ગંગાજળનો છંટકાવ કરો.
ત્યારબાદ ઘર અને મંદિરમાં ગંગાજળનો છંટકાવ કરો. જો ગંગાજળ ઉપલબ્ધ ન હોય તો તુલસી મિશ્રિત પાણીનો ઉપયોગ કરી શકાય છે. પૂજા સ્થળ પર રહેલી મૂર્તિઓ, શંખ, ઘંટ અને પૂજાના વાસણોને પણ સ્વચ્છ પાણીથી ધોઈ લેવા જોઈએ. ઘણા લોકો આ સમયે ધૂપ, કપૂર અથવા ગુગળ સળગાવી આખા ઘરમાં ફેરવે છે, જેના કારણે વાતાવરણ શુદ્ધ અને સુગંધિત બને છે.
શુદ્ધિ બાદ ભગવાનને તાજા ફૂલ અર્પણ કરો
મંદિરની શુદ્ધિ બાદ ભગવાનને તાજા ફૂલ અર્પણ કરો અને દીવો પ્રગટાવો. ગ્રહણ દરમિયાન રાખેલા ખાદ્ય પદાર્થોનો ત્યાગ કરવો જોઈએ અને ગ્રહણ પછી જ નવું ભોજન બનાવવું જોઈએ. ભોજન બનાવતા પહેલા રસોડાની પણ સારી રીતે સફાઈ કરો.
સ્નાન કરીને સ્વચ્છ વસ્ત્ર ધારણ કરો
અંતમાં પરિવારના બધા સભ્યો સ્નાન કરીને સ્વચ્છ વસ્ત્ર ધારણ કરે અને ભગવાનનું સ્મરણ કરે. ગાયત્રી મંત્ર, મહામૃત્યુન્જય મંત્ર અથવા પોતાના ઇષ્ટ દેવના નામનો જાપ કરવો ખૂબ શુભ માનવામાં આવે છે. આ રીતે વિધિપૂર્વક શુદ્ધિકરણ કરવાથી ગ્રહણના અશુભ પ્રભાવ ઓછા થાય છે અને ઘરમાં શાંતિ, સુખ અને સકારાત્મકતા વસે છે.
આ પણ વાંચો: Holashtak 2026: હોળાષ્ટકના ચોથા દિવસે શુક્ર થશે ઉગ્ર, જાણીલો અસરકારક ઉપાય
(Disclaimer: આ સમાચારમાં આપવામાં આવેલી માહિતી ધાર્મિક માન્યતાઓ અને સામાન્ય માહિતી પર આધારિત છે. (sandesh news) સંદેશ ન્યૂઝ આની પુષ્ટિ કરતું નથી.)