વર્ષ 2026ની બહુપ્રતિક્ષિત ચારધામ યાત્રાનો શુભારંભ 19 એપ્રિલથી વિધિવત રીતે થઈ ગયો છે. અક્ષય તૃતીયાના પાવન અવસરે ગંગોત્રી ધામ અને યમુનોત્રી ધામના કપાટ ભક્તો માટે ખોલવામાં આવ્યા. આ વખતે કપાટ ખુલવાનું મહત્વ વધુ વધી ગયું છે, કારણ કે આ શુભ કાર્ય કૃત્તિકા નક્ષત્ર અને આયુષ્માન યોગ જેવા શુભ સંયોગોમાં થયું છે.


કૃત્તિકા નક્ષત્ર શું છે?

વૈદિક જ્યોતિષમાં કૃત્તિકા નક્ષત્રને ખૂબ જ શક્તિશાળી અને પવિત્ર માનવામાં આવે છે. આ નક્ષત્ર અગ્નિ તત્વ સાથે જોડાયેલું છે અને તેનો સ્વામી સૂર્ય છે. કૃત્તિકાનો અર્થ છે “કાપનાર” એટલે કે નકારાત્મકતા, પાપ અને અજ્ઞાનને દૂર કરનાર. માન્યતા છે કે આ નક્ષત્રમાં કરવામાં આવેલા ધાર્મિક કાર્યો, તપ, દાન અને પૂજા ખૂબ ફળદાયી બને છે. તેથી જ્યારે કોઈ મોટા ધાર્મિક કાર્યક્રમ અથવા મંદિરોના કપાટ આ નક્ષત્રમાં ખોલવામાં આવે, ત્યારે તેને આધ્યાત્મિક રીતે ખૂબ શુભ માનવામાં આવે છે. આ સંયોગ ભક્તોના જીવનમાં સકારાત્મક ઊર્જા અને નવી શરૂઆતનું પ્રતિક બને છે.

આયુષ્માન યોગનું મહત્વ

કૃત્તિકા નક્ષત્ર સાથે સાથે કપાટ ખૂલ્યા ત્યારે આયુષ્માન યોગ પણ બન્યો હતો, જેને પંચાંગ મુજબ ખૂબ શુભ માનવામાં આવે છે. આયુષ્માનનો અર્થ લાંબી આયુષ્ય અને સારું સ્વાસ્થ્ય આપનાર એવો થાય છે. આ યોગમાં કરવામાં આવેલા કાર્યો લાંબા સમય સુધી ફળ આપતા અને સફળ રહેતા માનવામાં આવે છે. ધાર્મિક રીતે આ યોગ સુખ, સમૃદ્ધિ અને માનસિક શાંતિ આપનાર માનવામાં આવે છે. તેથી ચારધામ યાત્રાની શરૂઆત આ યોગમાં થવી ભક્તો માટે વિશેષ આશીર્વાદ સમાન માનવામાં આવે છે.

આ વખતે સંયોગ કેમ ખાસ છે?

આ વર્ષે કૃત્તિકા નક્ષત્ર, આયુષ્માન યોગ અને અક્ષય તૃતીયા એકસાથે આવવું ખૂબ દુર્લભ અને અત્યંત શુભ માનવામાં આવે છે. જ્યોતિષાચાર્યો અનુસાર, આવા સંયોગમાં કરવામાં આવેલી યાત્રા, પૂજા અને દાન ઘણા ગણા ફળ આપે છે અને ભક્તોને વિશેષ આધ્યાત્મિક ઊર્જાનો અનુભવ કરાવે છે. 

આ પણ વાંચો: Rahu Mahadashaમાં કેતુની અંતર્દશા શુભ કે અશુભ, જાણીલો પ્રભાવ અને ઉપાય

(Disclaimer: આ સમાચારમાં આપવામાં આવેલી માહિતી ધાર્મિક માન્યતાઓ અને સામાન્ય માહિતી પર આધારિત છે. (sandesh news) સંદેશ ન્યૂઝ આની પુષ્ટિ કરતું નથી.)


  • Follow us on: