આ દિવસે સૂર્ય, બુધ, રાહુ અને મંગળ એક સાથે કુંભ રાશીમાં સ્થિત રહેશે. જ્યારે ચાર ગ્રહ એક જ રાશિમાં આવે છે ત્યારે તેને ચતુર્ગ્રહી યોગ કહેવામાં આવે છે. જ્યોતિષીઓનું માનવું છે કે આવો યોગ જીવનમાં ઝડપી ફેરફાર, નવા અવસર અને મોટા નિર્ણયોનો સમય લઈને આવે છે. આ વખતે તેનો ખાસ સકારાત્મક પ્રભાવ વૃષભ, મિથુન, વૃશ્ચિક અને કુંભ રાશિના જાતકો પર માનવામાં આવે છે.

આ સમય દરમિયાન સૂર્ય આત્મવિશ્વાસ વધારશે, બુધ વિચારશક્તિ અને આયોજન મજબૂત બનાવશે, મંગળ ઊર્જા આપશે અને રાહુ અચાનક અવસર આપી શકે છે. જોકે ઉતાવળમાં લીધેલા નિર્ણયોથી બચવું જરૂરી રહેશે. ચાલો જાણીએ કે 2 માર્ચે બનનાર ચતુર્ગ્રહી રાજયોગથી કઈ રાશિને લાભ મળશે.

વૃષભ રાશિ (Taurus)

વૃષભ રાશિના લોકો માટે આ યોગ કારકિર્દી સંબંધિત બાબતોમાં સકારાત્મક પરિણામ આપી શકે છે. કાર્યક્ષેત્રમાં સ્થિરતા આવશે. પરિવારના સહકારથી નવું કામ શરૂ થઈ શકે છે. રોકાણમાંથી લાભ મળવાના સંકેતો છે, પરંતુ વિચારપૂર્વક પગલું ભરવું જરૂરી રહેશે. નોકરી કરતા લોકોને અધિકારીઓનો સહકાર મળી શકે છે.

મિથુન રાશિ (Gemini)

મિથુન રાશિના લોકો માટે આ સમય નવા અવસર લઈને આવી શકે છે. નેટવર્કિંગ વધશે. નવી નોકરી અથવા કારકિર્દીમાં ફેરફારના મોકા મળી શકે છે. સ્પર્ધાત્મક પરીક્ષાઓ અને ઇન્ટરવ્યુમાં સફળતા મળવાની શક્યતા છે. વિદેશ સંબંધિત કામ, ઓનલાઇન બિઝનેસ અથવા કોમ્યુનિકેશન ક્ષેત્રમાં કાર્ય કરતા લોકોને ખાસ લાભ મળી શકે છે. આવકના નવા સ્ત્રોત ઊભા થઈ શકે છે.

વૃશ્ચિક રાશિ (Scorpio)

વૃશ્ચિક રાશિના જાતકો માટે આ સમય લાભદાયક સાબિત થઈ શકે છે. તમે વાહન અથવા મિલ્કત ખરીદવાની યોજના બનાવી શકો છો. નોકરી બદલવા ઇચ્છતા લોકોને સારા મોકા મળી શકે છે. વ્યવસાયમાં નવી રણનીતિ અને હિંમતભર્યા નિર્ણયોથી લાભ મળી શકે છે. રિયલ એસ્ટેટ ક્ષેત્ર સાથે જોડાયેલા લોકોને પણ લાભ થવાની શક્યતા છે.

કુંભ રાશિ (Aquarius)

કુંભ રાશિના લોકો માટે આ યોગ ખૂબ સકારાત્મક રહેશે. આત્મવિશ્વાસમાં વધારો થશે અને કારકિર્દીમાં આગળ વધવાના અવસર મળી શકે છે. નોકરીપેશા લોકોને પ્રમોશન અથવા નવી જવાબદારી મળી શકે છે. લાંબા સમયથી અટકેલા કામ પૂર્ણ થવા લાગશે અને આર્થિક સ્થિતિમાં સુધારો આવશે. વ્યવસાય કરતા લોકોને નવી ડીલ અને પ્રભાવશાળી લોકો સાથે સંપર્કનો લાભ મળી શકે છે.

આ પણ વાંચો: Holika Dahan 2026: સૌથી પહેલા મહાકાલ દરબારમાં કેમ થાય હોલિકા દહન, જાણીલો રહસ્ય

(Disclaimer: આ સમાચારમાં આપવામાં આવેલી માહિતી ધાર્મિક માન્યતાઓ અને સામાન્ય માહિતી પર આધારિત છે. (sandesh news) સંદેશ ન્યૂઝ આની પુષ્ટિ કરતું નથી.)