પંચાંગ અનુસાર 11 એપ્રિલે બુધના મીન રાશિમાં પ્રવેશ કરતા સૂર્ય, મંગળ, શનિ અને બુધ એકસાથે આવી જશે. આ સ્થિતિનો પ્રભાવ તમામ રાશિઓ પર પડશે, પરંતુ કેટલીક રાશિઓએ ખાસ કરીને પૈસા અને આરોગ્ય બાબતમાં વધુ સાવધ રહેવાની જરૂર છે.

મેષ રાશિ

મેષ રાશિના જાતકો માટે આ સમય થોડો તણાવભર્યો રહી શકે છે. કામ અને પરિવાર વચ્ચે સંતુલન જાળવવું મુશ્કેલ બની શકે છે, જેના કારણે મનમાં ચિંતા રહેશે. કોઈપણ મોટું રોકાણ સલાહ વિના કરશો તો નુકસાન થઈ શકે છે. આરોગ્યની દૃષ્ટિએ માથાનો દુખાવો અથવા પેટ સંબંધિત સમસ્યાઓ થઈ શકે છે. જોકે, કેટલાક લોકો માટે વિદેશ સંબંધિત કામોમાં લાભ મળવાની શક્યતા છે. આ સમય દરમિયાન ધીરજ રાખવી અને જરૂરી હોય ત્યારે સલાહ લેવી ખૂબ જરૂરી છે. લાલ વસ્ત્રનું દાન કરવું લાભદાયક માનવામાં આવે છે.

સિંહ રાશિ

સિંહ રાશિના જાતકો માટે આ યોગ થોડા પડકારો લાવી શકે છે. ખાસ કરીને વિરોધીઓથી સાવધાન રહેવાની જરૂર છે, કારણ કે કોઈ તમારા વિરુદ્ધ સાજિશ કરી શકે છે. નોકરી અથવા વ્યવસાયમાં અવરોધ આવી શકે છે અને નવી નોકરી માટે વધુ પ્રયત્ન કરવો પડી શકે છે. આર્થિક સ્થિતિ થોડું નબળી રહી શકે છે. માનસિક તણાવ વધી શકે છે, તેથી પોતાને વ્યસ્ત રાખો અને નકારાત્મક વિચારો થી દૂર રહો. ભગવાન વિષ્ણુની પૂજા કરવી આ સમયે શુભ માનવામાં આવે છે.

તુલા રાશિ

આ યોગ દરમિયાન તુલા રાશિના લોકો માટે આર્થિક બાબતોમાં ખૂબ જ સમજદારીથી પગલાં લેવાની સલાહ આપવામાં આવે છે. કોઈ પર વિશ્વાસ કરીને પૈસા રોકાણ કરશો તો નુકસાન થઈ શકે છે. ઘર-પરિવારમાં પણ થોડું ચિંતા ભરેલું વાતાવરણ રહી શકે છે, ખાસ કરીને માતા-પિતાના આરોગ્યને લઈને. કોઈ નજીકના વ્યક્તિથી દગો મળવાની શક્યતા પણ છે, તેથી સાવધાન રહેવું જરૂરી છે. આ સમયમાં શાંતિપૂર્વક નિર્ણય લો અને ઉતાવળથી બચો. રાહત માટે શિવલિંગ પર જળ ચઢાવવું શુભ માનવામાં આવે છે.

આ પણ વાંચો: Dwidwadash Yog: 11 એપ્રિલથી દુર્લભ દ્વિદ્વાદશ યોગ, આ રાશિને મળશે આકસ્મિક ધનલાભ

(Disclaimer: આ સમાચારમાં આપવામાં આવેલી માહિતી ધાર્મિક માન્યતાઓ અને સામાન્ય માહિતી પર આધારિત છે. (sandesh news) સંદેશ ન્યૂઝ આની પુષ્ટિ કરતું નથી.)