શિવલિંગ હાલમાં જબલપુરથી નાગપુરના રસ્તે NH-44 પરથી પસાર કરવામાં આવી રહ્યા છે. જ્યાં આખા રસ્તા પર લોકો આનંદ અને ઉલ્લાસ સાથે શિવલિંગની પૂજા કરી રહ્યા છે.
ચંપારણમાં નિર્માણાધીન વિરાટ રામાયણ મંદિરમાં સ્થાપિત કરવામાં આવશે
તમિલનાડુના મહાબલીપુરમ જિલ્લામાં બનાવાયેલું આ 33 ફિટ ઊંચું (અંદાજે ત્રણ માળની ઈમારત જેટલું) શિવલિંગ હવે બિહારના ચંપારણ જિલ્લામાં લાવવામાં આવી રહ્યું છે. તેને ચંપારણમાં નિર્માણાધીન વિરાટ રામાયણ મંદિરમાં સ્થાપિત કરવામાં આવશે.
શિવલિંગનું વજન 1 લાખ 80 હજાર કિલો છે જેની ઉંચાઇ 30 ફૂટ છે. વિશાળ શિવલિંગ લઈને એક ઐતિહાસિક અને શ્રદ્ધાથી ભરેલી યાત્રા શરૂ થઈ ગઈ છે. આ દિવ્ય શિવલિંગ તમિલનાડુના ચેન્નઈથી બિહારના ચંપારણ માટે રવાના થયું છે. યાત્રા શરૂ થતાં જ માર્ગ પર શ્રદ્ધાળુઓની ભારે ભીડ ઉમટી પડી છે. લોકો સ્થળે સ્થળે રોકાઈને શિવલિંગના દર્શન કરી રહ્યા છે અને પૂજા-અર્ચના કરી રહ્યા છે.
110 ચક્કાવાળા વિશેષ ટ્રેલર પર આશરે 1.8 લાખ કિલો વજન ધરાવતું શિવલિંગ
આ શિવલિંગને ખાસ તકનીક અને આધુનિક એન્જિનિયરિંગની મદદથી તૈયાર કરવામાં આવ્યું છે. તેના પરિવહન માટે 110 ચક્કાવાળો હાઈ-ટેક ટ્રેલર વપરાઈ રહ્યો છે, જેથી આટલું ભારે વજન સુરક્ષિત રીતે હજારો કિલોમીટરનું અંતર પાર કરી શકે. ટ્રેલરની ગતિ બહુ ધીમી રાખવામાં આવી છે અને દરેક તબક્કે નિષ્ણાત એન્જિનિયરો તથા ટેક્નિકલ ટીમની દેખરેખ હેઠળ યાત્રા ચાલી રહી છે.
જ્યાં-જ્યાંથી આ ટ્રેલર પસાર થાય છે ત્યાં ભક્તો ફૂલમાળા, અગરબત્તી અને નારિયેળ સાથે સ્વાગત કરી રહ્યા છે.
યાત્રા દરમિયાન જ્યાં-જ્યાંથી આ ટ્રેલર પસાર થાય છે ત્યાં ભક્તો ફૂલમાળા, અગરબત્તી અને નારિયેળ સાથે સ્વાગત કરી રહ્યા છે. અનેક સ્થળોએ ભજન-કીર્તન અને આરતીનું આયોજન પણ કરવામાં આવી રહ્યું છે. શ્રદ્ધાળુઓનું માનવું છે કે આ શિવલિંગના દર્શન માત્રથી જ ભગવાન શિવની વિશેષ કૃપા પ્રાપ્ત થાય છે.
પ્રશાસન તરફથી પણ આ યાત્રા માટે ખાસ વ્યવસ્થાઓ કરવામાં આવી છે. ટ્રાફિક સુચારુ રહે તે માટે પોલીસ બળ તૈનાત કરવામાં આવ્યું છે તેમજ સુરક્ષાના કડક બંધોબસ્ત કરવામાં આવ્યા છે. વીજળીના તાર, પુલો અને રસ્તાઓની મજબૂતીને ધ્યાનમાં રાખીને માર્ગનું પહેલાથી નિરીક્ષણ કરવામાં આવ્યું છે.
ચંપારણ પહોંચ્યા બાદ આ વિશાળ શિવલિંગની ભવ્ય પ્રાણ-પ્રતિષ્ઠા કરવામાં આવશે, જેમાં દેશભરના સંત-મહાત્માઓ અને હજારો શ્રદ્ધાળુઓ હાજર રહેશે. આ યાત્રા માત્ર તકનીકી દૃષ્ટિએ જ અનોખી નથી, પરંતુ ભારતીય સનાતન પરંપરા અને આસ્થાનું જીવંત ઉદાહરણ પણ બની છે.
આ પણ વાંચો: Kharmas 2025 : ખરમાસમાં સૂર્ય-શુક્ર-બુધનો ત્રિગ્રહી યોગ, આ રાશિએ રહેવુ સાવધ
(Disclaimer: આ સમાચારમાં આપવામાં આવેલી માહિતી ધાર્મિક માન્યતાઓ અને સામાન્ય માહિતી પર આધારિત છે. (sandesh news) સંદેશ ન્યૂઝ આની પુષ્ટિ કરતું નથી.)
