દેશભરમાં લોકઆસ્થાનું મહાપર્વ છઠ પૂજા ખૂબ જ શ્રદ્ધા અને ઉત્સાહ સાથે ઉજવવામાં આવી રહ્યું છે. ચાર દિવસ સુધી ચાલનારા આ પર્વમાં સૂર્યદેવ અને છઠ્ઠી મૈયાની વિશેષ પૂજા કરવામાં આવે છે. કારતક મહિનાના શુક્લ પક્ષની ચતુર્થી તિથિથી શરૂ થયેલા આ મહાપર્વનું સમાપન આજે એટલે કે 16 નવેમ્બર, સોમવારે સપ્તમી તિથિના દિવસે થશે. છઠ પૂજા દરમિયાન મહિલાઓ અને પુરુષો પરિવારની સુખ-સમૃદ્ધિ, સંતાનના લાંબા આયુષ્ય અને સુખી જીવનની કામના સાથે કઠિન વ્રત રાખે છે.

છઠ પૂજાના ચોથા અને અંતિમ દિવસે ઉષા અર્ઘ્ય અર્પણ કરવાની પરંપરા 

છઠ પૂજાના ચોથા અને અંતિમ દિવસે ઉષા અર્ઘ્ય અર્પણ કરવાની પરંપરા છે. આ દિવસે વ્રતધારીઓ વહેલી સવારે ઊઠીને સ્નાન કરે છે અને પૂજાની તમામ સામગ્રી સાથે નદી, તળાવ અથવા ઘાટ પર પહોંચે છે. ત્યારબાદ પાણીમાં ઊભા રહીને ઉગતા સૂર્યદેવને જળ અને દૂધથી અર્ઘ્ય અર્પણ કરવામાં આવે છે. આ સાથે જ ચાર દિવસથી ચાલી રહેલી છઠ્ઠની સાધનાનું સમાપન થાય છે.

છઠ પૂજામાં ઉષા અર્ઘ્યનું શું છે મહત્વ?

છઠ પૂજાના ચાર દિવસના પર્વમાં ઉષા અર્ઘ્યનો દિવસ સૌથી મહત્ત્વપૂર્ણ માનવામાં આવે છે. આ દિવસે વ્રતધારીઓ સૂર્યોદય પહેલાં જાગીને સ્નાન કરે છે અને સ્વચ્છ વસ્ત્રો ધારણ કરે છે. ત્યારબાદ પૂજાની તૈયારીઓ કરવામાં આવે છે.

https://x.com/ANI/status/2122155953852465518?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E2122155953852465518%7Ctwgr%5E%7Ctwcon%5Es1_c10&ref_url=

પૂજા માટે વાંસની ટોપલી અને સૂપડામાં ઠેકુઆ, કેળાં, નાળિયેર, શેરડી તેમજ અન્ય મોસમી ફળો અને પ્રસાદ રાખવામાં આવે છે. વ્રતધારીઓ આ સામગ્રી લઈને ઘાટ પર પહોંચે છે. ત્યાં પાણીમાં ઊભા રહીને ઉગતા સૂર્યને જળ અને દૂધ અર્પણ કરવામાં આવે છે. આ દરમિયાન સૂર્યદેવ અને છઠ્ઠી મૈયાની પૂજા કરીને પરિવારની સુખાકારી, સંતાનના સારા સ્વાસ્થ્ય અને લાંબા આયુષ્યની પ્રાર્થના કરવામાં આવે છે.

https://x.com/ANI/status/2122154099496169589?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E2122154099496169589%7Ctwgr%5E%7Ctwcon%5Es1_c10&ref_url=

ધાર્મિક માન્યતા અનુસાર, ઉષા અર્ઘ્ય અર્પણ કરવાથી જીવનમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ આવે છે. આ દિવસે ભક્તો સંપૂર્ણ શ્રદ્ધા અને ભક્તિભાવથી સૂર્યદેવની આરાધના કરે છે.

ઉષા અર્ઘ્યનું ધાર્મિક મહત્વ

છઠ્ઠ મહાપર્વની વિશેષતા એ છે કે તેમાં આથમતા અને ઊગતા બંને સૂર્યની પૂજા કરવામાં આવે છે. સાંજના સમયે અસ્ત થતા સૂર્યને સંધ્યા અર્ઘ્ય અર્પણ કરવામાં આવે છે, જ્યારે વહેલી સવારે ઉગતા સૂર્યને ઉષા અર્ઘ્ય આપવામાં આવે છે.

https://x.com/ANI/status/2122150928677798079?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E2122150928677798079%7Ctwgr%5E%7Ctwcon%5Es1_c10&ref_url=

સંધ્યા અર્ઘ્ય દ્વારા સૂર્યદેવ પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરવામાં આવે છે. જ્યારે ઉષા અર્ઘ્ય નવી સવાર, નવી ઊર્જા અને જીવનની નવી શરૂઆતનું પ્રતીક માનવામાં આવે છે. સૂર્યદેવને જીવનદાતા માનવામાં આવે છે, કારણ કે તેમની ઊર્જાથી પૃથ્વી પર જીવન શક્ય બને છે.

આ રીતે છઠ પૂજા પ્રકૃતિ પ્રત્યે આદર અને કૃતજ્ઞતા વ્યક્ત કરવાનો પણ વિશેષ અવસર છે.

આસ્થા, સંયમ અને સમર્પણ સાથે થશે મહાપર્વનું સમાપન

છઠ પૂજાની સૌથી મોટી વિશેષતા વ્રતધારીઓનો સંયમ, ત્યાગ, શિસ્ત અને સમર્પણ છે. ચાર દિવસ સુધી ચાલતા આ ધાર્મિક અનુષ્ઠાનમાં વ્રતધારીઓ સંપૂર્ણ નિષ્ઠાથી નિયમોનું પાલન કરે છે. પરિવારના અન્ય સભ્યો પણ પૂજાની તૈયારીઓથી લઈને ઘાટ સુધી પહોંચવા અને પ્રસાદ વિતરણ કરવામાં સહભાગી બને છે.

આજે છઠ્ઠ મહાપર્વ માત્ર બિહાર, ઝારખંડ અને પૂર્વી ઉત્તર પ્રદેશ પૂરતું મર્યાદિત રહ્યું નથી, પરંતુ દેશના વિવિધ રાજ્યો અને વિદેશોમાં પણ તેની ઉજવણી થાય છે. મોટાં શહેરોથી લઈને નાનાં ગામડાં સુધી ભક્તો ભારે ઉત્સાહ અને શ્રદ્ધા સાથે આ પર્વ મનાવે છે.

https://x.com/ANI/status/2122143919668666707?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E2122143919668666707%7Ctwgr%5E%7Ctwcon%5Es1_c10&ref_url=

સોમવારે સવારે ઉગતા સૂર્યને અર્ઘ્ય અર્પણ કરવાની સાથે ચાર દિવસની ધાર્મિક સાધના પૂર્ણ થશે. ઘાટ પર ગુંજતાં છઠ્ઠી મૈયાનાં ભક્તિગીતો, પ્રસાદ વિતરણ અને પરિવારજનોના મિલન વચ્ચે આ મહાપર્વનું સમાપન થશે.

આમ, સૂર્ય ઉપાસનાનું આ પવિત્ર પર્વ પ્રકૃતિ પ્રત્યે કૃતજ્ઞતા, પરિવાર પ્રત્યે સમર્પણ અને સમાજમાં એકતા તથા ભાઈચારાનો સંદેશ આપીને પૂર્ણ થશે.