રાશિફળનું આપણા જીવનમાં ખૂબ મહત્ત્વ હોય છે રાશિફળ (Rashifal)થી ભવિષ્યમાં થનારી ઘટનાઓનો આભાસ થાય છે. રાશિફળનું નિર્માણ ગ્રહ ગોચર અને નક્ષત્રની ચાલના આધાર પર કરવામાં આવે છે તો આવો જોઇએ આજનો તમારો દિવસ કેવો રહેશે.
જાણો આપનું આજનું રાશિફળ અને જાણો આપનો આજનો દિવસ કેવો રહેશે. કઇ બાબતોથી થશે આપને ફાયદો અને કોનાથી રહેવું દૂર. સાથે જાણો કે ક્યા કાર્યોમાં થશે પ્રગતી અને કઇ બાબતો વધારશે આપની તકલીફ. આપને ક્યાં રહેશે સાનુકુળતા અને ક્યાં કરવો પડશે ઝંઝાવાતનો સામનો આવો જાણીએ તમામ રાશિનું રાશિફળ
વિક્રમ સંવત 2082 વૈશાખ સુદ નવમી . -શનિવાર, સીતા નવમી. રવિયોગ.
મેષ રાશિ
મનના મનસૂબાઓને સાકાર કરવા અને ઇષ્ટફળ મેળવ્યાની તક મેળવી લેજો.
વૃષભ રાશિ
આપની ઉદ્યમશક્તિ અને સંસ્કારી વર્તન દ્વારા આપ વિરોધી સ્થિતિમાંથી ફળ મેળવી શકશો.
મિથુન રાશિ
આપની કુશાગ્રબુદ્ધિના ચમકારા અને સક્રિયતા જરૂર સફળતા અપાવી શકે.
કર્ક રાશિ
આપની ચંચળ પ્રવૃત્તિઓ અને પરિવર્તનશીલ વિચારોને નાથીને દૃઢ નિર્ણય કર્મ વડે કાર્ય ફળ મેળવશો.
સિંહ રાશિ
આપ જેટલા સક્રિય અને સુવ્યવસ્થિત રહીને આયોજનપૂર્વક કાર્ય કરશો તો શુભ ફળ આવી મળે.
કન્યા રાશિ
આપના અગત્યના સંબંધો અને આપની સૂઝબૂઝથી આપ ચિંતામુક્ત થઈ શકશો.
તુલા રાશિ
આપના સામાજિક વ્યવસાયિક ક્ષેત્રે ધીમે ધીમે સાનુકૂળ તક સર્જાય, આરોગ્ય જળવાય.
વૃશ્ચિક રાશિ
મનની મુરાદ મનમાં રહેતી લાગે, સામાજિક બાબત અંગે વધુ લક્ષ આપવું પડે, પ્રવાસ ફળે.
ધન રાશિ
આપના વ્યવસાયિક પ્રશ્નોનો હલ મળતો જણાય, માનસિક તણાવ હળવું બને.
મકર રાશિ
લાભની તક ઉભી થતી લાગે, પ્રયત્નો ફળદાયી બને, પ્રવાસ-મુલાકાતથી આનંદ વર્તાય.
કુંભ રાશિ
આપના ધાર્યા કામમાં વિઘ્ન જણાય, વધુ પ્રયત્ને દૂર થાય, સામાજિક-વ્યવસાયિક ક્ષેત્રે વિલંબથી પ્રગતિ.
મીન રાશિ
લક્ષ તરફ આગળ વધી શકશો, નિરાશા દૂર થાય, મહત્ત્વની મુલાકાત ઉપયોગી જણાય.









