રાશિફળનું આપણા જીવનમાં ખૂબ મહત્ત્વ હોય છે રાશિફળ (Rashifal)થી ભવિષ્યમાં થનારી ઘટનાઓનો આભાસ થાય છે. રાશિફળનું નિર્માણ ગ્રહ ગોચર અને નક્ષત્રની ચાલના આધાર પર કરવામાં આવે છે તો આવો જોઇએ આજનો તમારો દિવસ કેવો રહેશે.


[[$googlead]]

જાણો આપનું આજનું રાશિફળ અને જાણો આપનો આજનો દિવસ કેવો રહેશે. કઇ બાબતોથી થશે આપને ફાયદો અને કોનાથી રહેવું દૂર. સાથે જાણો કે ક્યા કાર્યોમાં થશે પ્રગતી અને કઇ બાબતો વધારશે આપની તકલીફ. આપને ક્યાં રહેશે સાનુકુળતા અને ક્યાં કરવો પડશે ઝંઝાવાતનો સામનો આવો જાણીએ તમામ રાશિનું રાશિફળ

વિક્રમ સંવત 2082 વૈશાખ સુદ એકાદશી - સોમવાર, મોહિની એકાદશી. સૂર્ય ભરણીમાં.

[[$alsoread]]

મેષ રાશિ

ખર્ચ-વ્યયથી સંભાળજો, અવરોધ વિલંબનો અનુભવ, મનની મુરાદ બર આવતી જણાય.

વૃષભ રાશિ

આપની કોઈ સમસ્યા હશે તો તેના ઉકેલની તક સર્જાય, આવક કરતાં ખર્ચ વધવાના સંજોગ.

મિથુન રાશિ

નસીબ દગો આપી ન જાય તે માટે સજાગ રહી પ્રયત્ન કરજો, વ્યવસાયિક કામકાજ અંગે સાનુકૂળતા.

કર્ક રાશિ

આપના મહત્ત્વના કામકાજો અંગે ચિંતા હશે તો દૂર થતી જણાય, સ્નેહી, સ્વજન મિત્ર ઉપયોગી બને.

સિંહ રાશિ

આપના ધાર્યા કામમાં અંતરાય હશે તો તેને પાર કરી સફળતા મેળવી શકશો. ક્રોધ પર કાબુ રાખજો.

કન્યા રાશિ

ચિંતા ચિત્તા સમાન ન બની જાય તે જોજો, પ્રભુ પર આધાર રાખજો, ખર્ચ-વ્યયનો પ્રસંગ.

તુલા રાશિ

નસીબની મદદ સાથે તમારા પ્રયત્નો અને ઈચ્છાશક્તિ ભળશે તો ધાર્યું ફળ મેળવી શકશો.

વૃશ્ચિક રાશિ

નકારાત્મક અને જિદ્દી વિચારો છોડીને સકારાત્મક રહેવાથી શાંતિ સુખ અને સફળતાના સંજોગ સર્જાય.

ધન રાશિ

પોતાનો કક્કો સાચો એવું માની ચાલવાના બદલે સામાની વાત સમજવાથી લાભ, સફળતા અને સંવાદિતા જણાય.

મકર રાશિ

ઉતાવળા નિર્ણયો, વધુ પડતી ચિંતા અને સ્વામીત્ત્વની ભાવના પર કાબુ રાખવાથી સુખ સફળતાની તક.

કુંભ રાશિ

કાર્ય સિદ્ધિ અને કૌટુંબિક સંવાદિતા અને પ્રવાસ-મિલન- મુલાકાત અંગે સંજોગોનો સાથ લઈ શકશો.

મીન રાશિ

પૂર્વગ્રહો અને જિદ્દથી મુક્ત રહી ચાલશો તો સૌ સારા વાના થતાં જોઈ શકશો, તબિયત સાચવી શકશો.

  • Follow us on: