રાશિફળનું આપણા જીવનમાં ખૂબ મહત્ત્વ હોય છે રાશિફળ (Rashifal)થી ભવિષ્યમાં થનારી ઘટનાઓનો આભાસ થાય છે. રાશિફળનું નિર્માણ ગ્રહ ગોચર અને નક્ષત્રની ચાલના આધાર પર કરવામાં આવે છે તો આવો જોઇએ આજનો તમારો દિવસ કેવો રહેશે.
જાણો આપનું આજનું રાશિફળ અને જાણો આપનો આજનો દિવસ કેવો રહેશે. કઇ બાબતોથી થશે આપને ફાયદો અને કોનાથી રહેવું દૂર. સાથે જાણો કે ક્યા કાર્યોમાં થશે પ્રગતી અને કઇ બાબતો વધારશે આપની તકલીફ. આપને ક્યાં રહેશે સાનુકુળતા અને ક્યાં કરવો પડશે ઝંઝાવાતનો સામનો આવો જાણીએ તમામ રાશિનું રાશિફળ
વિક્રમ સંવત 2082 ચૈત્ર વદ એકાદશી - સોમવાર, વરુથિની એકાદશી. શ્રી વલ્લભાચાર્ય જયંતી.
મેષ રાશિ
આપની અગત્યની કામગીરી અને આગળ ધપાવવાની તક અને માર્ગ ખૂલતો લાગે.
વૃષભ રાશિ
ટેન્શન કે ચિંતાના સંજોગો ધીમે ધીમે દૂર થતાં લાગે, નાણાકીય પ્રશ્ન હલ કરી શકાય.
મિથુન રાશિ
માનસિક, વૈચારિક દ્વંદ અને અસમતોલનમાંથી તમે બહાર આવી શકશો, ખર્ચ રોકજો.
કર્ક રાશિ
પ્રવૃત્તિમય અને વ્યસ્ત રહેવાય, કોઈ સફળતાની તક સર્જાતી જોઈ શકાય, સ્નેહીનોે સહકાર.
સિંહ રાશિ
પરિસ્થિતિ વિપરિત લાગે તો પણ ચિંતા છોડી આત્મવિશ્વાસના સહારે આગળ વધી શકશો.
કન્યા રાશિ
આપના પ્રયત્નોને સફળ બનાવવા ધીરજ અને પરિશ્રામ જરૂરી સમજજો.
તુલા રાશિ
આપના અંગત પ્રશ્નોનો હલ મળતો જણાય, ગૃહજીવનમાં સંવાદિતા સર્જી શકશો.
વૃશ્ચિક રાશિ
પ્રયત્નોનું મીઠું ફળ ચાખવા મળતું જણાય, વિવાદથી દૂર રહેજો, આરોગ્ય ચિંતા દૂર થાય.
ધન રાશિ
આવક સામે જાવક વધતી લાગે, અગત્યનું કામ વિલંબથી પડતું જણાય, સ્નેહીથી મતભેદ.
મકર રાશિ
આવકનો માર્ગ શોધી શકશો, નોકરી-ધંધામાં અગત્યની તક સર્જાય, ગૃહજીવનમાં ચકમક જણાય.
કુંભ રાશિ
લાભની આશા વિલંબથી ફળતી લાગે, તબિયત સાચવવી, સામાજિક, ધાર્મિક કાર્ય અંગે સાનુકૂળતા.
મીન રાશિ
આપના અગત્યના પ્રશ્નોનો ઉકેલ માટે અન્યની મદદ ઉપયોગી બને, નાણાભીડ તીવ્ર જણાય.









