રાશિફળનું આપણા જીવનમાં ખૂબ મહત્ત્વ હોય છે રાશિફળ (Rashifal)થી ભવિષ્યમાં થનારી ઘટનાઓનો આભાસ થાય છે. રાશિફળનું નિર્માણ ગ્રહ ગોચર અને નક્ષત્રની ચાલના આધાર પર કરવામાં આવે છે તો આવો જોઇએ આજનો તમારો દિવસ કેવો રહેશે.


[[$googlead]]

જાણો આપનું આજનું રાશિફળ અને જાણો આપનો આજનો દિવસ કેવો રહેશે. કઇ બાબતોથી થશે આપને ફાયદો અને કોનાથી રહેવું દૂર. સાથે જાણો કે ક્યા કાર્યોમાં થશે પ્રગતી અને કઇ બાબતો વધારશે આપની તકલીફ. આપને ક્યાં રહેશે સાનુકુળતા અને ક્યાં કરવો પડશે ઝંઝાવાતનો સામનો આવો જાણીએ તમામ રાશિનું રાશિફળ

વિક્રમ સંવત 2082 માગશર વદ ચૌદસ. ગુરુવાર, વિંછુડો. શિવરાત્રી

[[$alsoread]]

મેષ રાશિ

મકાન, સંપત્તિ બાબતના કામકાજ અંગે સાનુકૂળતા, માતા અંગેની સમસ્યા દૂર થાય.

વૃષભ રાશિ

આપના મિત્ર- સ્વજનથી મદદની આશા- પ્રવાસ ફળે ભાગ્ય પરિવર્તન સ્થળાંતર, બદલી યોગ.

મિથુન રાશિ

આર્થિક અને વ્યવસાયિક બાબતો અંગે તણાવ જણાય, કૌટુંબિક ચિંતા હળવી બને.

કર્ક રાશિ

મનોવૈજ્ઞાનિક તણાવ પ્રગતિકારક સમય, મનની ઇચ્છાને સાકાર કરવાની તક મળે.

સિંહ રાશિ

આ સમયમાં તબિયત સાચવવી પડે, આવક કરતાં જાવક-વ્યય જણાય.

કન્યા રાશિ

આપના અંતરાય દૂર થાય, લાભદાયી સંજોગ તક સર્જાય, પ્રયત્ન ફળે.

તુલા રાશિ

કર્મ સફળતા યોગ, યશ માનની આશા, ચિંતા હળવી બને.

વૃશ્ચિક રાશિ

પ્રવાસ પર્યટન-યોગ, મિલન મુલાકાત ભાગ્ય સુધરે, બદલીની શક્યતા.

ધન રાશિ

અગત્યના કામમાં વિલંબ જણાય, તબિયત સંભાળવી, નાણાભીડ અનુભવાય.

મકર રાશિ

સમસ્યા અને પ્રતિકૂળતા દૂર થાય, મિલન-મુલાકાત આનંદદાયી રહેશે.

કુંભ રાશિ

નોકરી અંગે રાહત, ખર્ચના પ્રસંગ, પ્રતિકૂળતા વિઘ્ન અનુભવાય.

મીન રાશિ

આપના પ્રયત્નો લાભકારક બને, સ્નેહી સ્વજનની મદદ, યાત્રા ફળે, સંતાન ચિંતા.


  • Follow us on: