વિક્રમ સંવત 2082. પોષ સુદ બીજ. સોમવાર, મુ. રજ્જબ શરૂ. રાષ્ટ્રીય ગણિત દિવસ.
રાશિફળનું આપણા જીવનમાં ખૂબ મહત્ત્વ હોય છે રાશિફળ (Rashifal)થી ભવિષ્યમાં થનારી ઘટનાઓનો આભાસ થાય છે. રાશિફળનું નિર્માણ ગ્રહ ગોચર અને નક્ષત્રની ચાલના આધાર પર કરવામાં આવે છે તો આવો જોઇએ આજનો તમારો દિવસ કેવો રહેશે.
જાણો આપનું આજનું રાશિફળ અને જાણો આપનો આજનો દિવસ કેવો રહેશે. કઇ બાબતોથી થશે આપને ફાયદો અને કોનાથી રહેવું દૂર. સાથે જાણો કે ક્યા કાર્યોમાં થશે પ્રગતી અને કઇ બાબતો વધારશે આપની તકલીફ. આપને ક્યાં રહેશે સાનુકુળતા અને ક્યાં કરવો પડશે ઝંઝાવાતનો સામનો આવો જાણીએ તમામ રાશિનું રાશિફળ
મેષ રાશિ
વિરોધીઓથી રાહત મળે, ગૃહવિવાદ ટાળવો, પ્રવાસ સફળ બને, ખર્ચા જણાય.
વૃષભ રાશિ
આ સમય ઘણી રીતે આપને સાનુકૂળ જણાય, રોગ-શત્રુભય ચિંતા હળવી બને.
મિથુન રાશિ
આપની મનની મુરાદ મનમાં રહેશે. સંતાન બાબતની ચિંતા, શેર-સટ્ટાથી નુકસાન.
કર્ક રાશિ
આપના અગત્યના નોકરી-ધંધાના કામમાં રૂકાવટો જણાય. ઉપરીથી ચિંતા, મિલકત અંગે સમય નબળો.
સિંહ રાશિ
સાનુકૂળ તક મળે, પ્રવાસ પર્યટન થાય, મિલન-મુલાકાતનો પ્રસંગ, ખર્ચ વધે.
કન્યા રાશિ
વાદ-વિવાદ-અકસ્માતથી દૂર રહેવું, નાણાભીડનો ઉપાય મળે, પ્રવાસ ફળે.
તુલા રાશિ
આપની સમસ્યાની ચિંતા વધતી લાગે, ગૃહવિવાદનો પ્રસંગ, ભાગીદારીથી મતભેદ.
વૃશ્ચિક રાશિ
આવક સામે ખર્ચા વધે, આરોગ્ય સાચવજો, અગત્યના પ્રશ્નો અંગે હજી સમય પ્રતિકૂળ.
ધન રાશિ
આપની કામગીરી અંગે પ્રગતિ જણાય, બદલી ઉન્નતિની તક, સાનુકૂળ, પ્રવાસ.
મકર રાશિ
ચિંતા તણાવનો અનુભવ, કાર્ય અંગે અંતરાય જણાય, વિલંબથી સફળતા.
કુંભ રાશિ
ભાગ્યદેવીની અને કર્મની મદદથી સફળતાની તક વધે, સ્નેહીથી મિલન.
મીન રાશિ
નાણાકીય સમસ્યા અનુભવાય, તબિયત સાચવવી, શત્રુભય જણાય.









