દશામાના વ્રતમાં 10 દિવસ પૂજા અર્ચના કરવામાં આવે છે. માતા દશામાં સાંઢડી પર બેસે છે. મૂર્તિની ઘરમાં બાજોઠ પર સ્થાપના કરવામાં આવે છે 10 દિવસ બાદ માતાજીની મૂર્તિનું વિસર્જન કરવામાં આવે છે. માતાજી તેમના ભક્તો પર કૃપા વરસાવે છે. 10 દિવસ મહિલાઓ ઉપવાસ કરે છે. રોજ સવારે વાર્તા સાંભળી માતા દશામાનું પૂજન કરવામાં આવે છે.


દશામાંનું વ્રત 10 દિવસ કરવામાં આવે

દશામા વ્રત તિથિ અને શુભ મુહૂર્ત

24 જુલાઇ ગુરૂવારે દશામાં વ્રતનો થશે પ્રારંભ

દશમ તિથિ પ્રારંભ સવારે 24 જુલાઇ 5:39 કલાકે

દશમ તિથિ સમાપ્ત 25 જુલાઇ સવારે 5:05 કલાકે

આ વ્રત સૌભાગ્યવતી સ્ત્રીઓ સૌભાગ્ય પ્રાપ્તિ માટે કરે

ગુરુવારે 24 જુલાઇએ અષાઢ વદ અમાસ નિમિત્તે દિવાસોની ઉજવણી થશે. આ દિવસે જ હરિયાળી અમાસ અને દિવાસાનું જાગરણ પણ છે. ઘરમાં દશામા પ્રતિમાની સ્થાપના સાથે જ 10 દિવસ માટે તેમનું પૂજન-અર્ચન થશે. કોઇ પણ વ્રતનું હિન્દુ શાસ્ત્રોમાં જાગરણ 24 કલાકનું હોય છે, પરંતુ એક માત્ર દિવાસાના વ્રતનું જાગરણ 36 કલાકનું હોય છે. આ દિવસે સાગરખેડૂ સમાજ જવારા વાવીને સાગર-દરિયાદેવની પૂજા કરે છે. પોતાના પરિવારના ભરણપોષણ માટે જવાબદાર એવા દરિયાદેવ તેમનું રક્ષણ કરે એવા આશયથી પૂજા કરે છે. આદિવાસી ગામોમાં એક દિવસ પહેલાથી જ ઉત્સવ જેવો માહોલ જોવા મળે છે. સાસરે ગયેલી દીકરી પિયર પક્ષમાં આવે છે અને પૂર્વજોને યાદ કરે છે. નવા પાકની પૂજા પણ કરવામાં આવે છે.

દિવાસો એટલે અષાઢની અમાસ

દિવાસો એટલે અષાઢની અમાસ, આવનારા તહેવારો અને ઉત્સવોનો છડીદાર કહેવાય છે. ઉપરાંત, દિવાસાના દિવસે એટલે કે દર્શ અમાસના દિવસે દશામા 10 દિવસના પર્વની શરૂઆત થાય છે. આ દિવસે એવરત-જીવરતનું વ્રત કરવાની પણ પરંપરા છે. જેમાં જવારાની પૂજા કરવામાં આવે છે. નાની કુમારિકા અને નવપરિણીતા એવરત વ્રત અને મોટી ઉંમરની મહિલા જીવરતનું વ્રત કરે છે. આ બન્ને વ્રત સારા સ્વાસ્થ્ય અને પરિવારની સમૃદ્ધિ માટે કરવામાં આવે છે.

હરિયાળી અમાસે ભગવાન શિવજી અને માતા પાર્વતીની પૂજા કરવામાં આવે છે

હરિયાળી અમાસે ભગવાન શિવજી અને માતા પાર્વતીની પૂજા કરવામાં આવે છે. પૂજા પાઠની સાથે સાથે વૃક્ષો વાવવામાં આવે છે. પિતૃઓને પ્રસન્ન કરવા દાન-પુણ્ય કરવામાં આવે છે. આ સિવાય સૂર્યગ્રહણ, ચંદ્ર ગ્રહણ, વિષુવયોગ અને સૂર્ય સંક્રાતિએ શ્રાદ્ધ કરી શકાય છે. કૃષ્ણપક્ષમાં આદ્રા, મઘા, રોહિણી નક્ષત્રોમાં શ્રાદ્ધ કરવુ જોઇએ. 

  • Follow us on: