દેવઉઠી એકાદશીનો દિવસ ફક્ત ભગવાન વિષ્ણુની પૂજાનો દિવસ નથી પરંતુ આ દિવસથી શુભ કાર્યો શરૂ થાય છે. વર્ષ 2025માં, દેવઉઠી એકાદશીનું વ્રત કારતક મહિનાના શુક્લ પક્ષની એકાદશી તિથિએ આવે છે. ચાલો જાણીએ આ દિવસની તિથિ અને ઉપવાસનો દિવસ.

એકાદશી તિથિ 1 નવેમ્બર, 2025ના રોજ સવારે 09.11 વાગ્યે શરૂ થશે.
એકાદશી તિથિ 2 નવેમ્બર, 2025ના રોજ સવારે 07.31 વાગ્યે સમાપ્ત થશે.
એકાદશીનું વ્રત 1 નવેમ્બર, 2025ને શનિવારના રોજ રાખવામાં આવશે.
પ્રબોધિની એકાદશી અથવા દેવ ઉઠી એકાદશીનું વ્રત બીજા દિવસે એટલે કે રવિવાર, 2 નવેમ્બર, 2025ના રોજ બપોરે 01.11થી 03.23વાગ્યા સુધી તોડી શકાય છે.
દેવઉઠીએકાદશીના દિવસે ભગવાન વિષ્ણુ અને દેવી લક્ષ્મીની પૂજા કરવામાં આવે છે.
આ દિવસે ઉપવાસ અને પૂજા કરવાથી તમામ પાપોનો નાશ થાય છે અને પરિવારમાં સુખ અને સમૃદ્ધિ આવે છે.
આ દિવસથી શુભ અને માંગલીક કાર્યોની શરૂઆત થાય છે.
આ દિવસે તુલસી વિવાહ કરવામાં આવે છે.
(Disclaimer: આ સમાચારમાં આપવામાં આવેલી માહિતી ધાર્મિક માન્યતાઓ અને સામાન્ય માહિતી પર આધારિત છે. (sandesh news) સંદેશ ન્યૂઝ આની પુષ્ટિ કરતું નથી.)