એકાદશીનું વ્રત વિશેષ ગણાય છે. વર્ષમાં 24 એકાદશી આવે છે. દક એક મહિનામાં બે અગિયારસ આવે છે. પરંતુ કારતક માસના શુક્લ પક્ષની એકાદશી સૌથી મોટી એકાદશી કહેવાય છે. કારણ કે આ દિવસે ભગવાન 4 મહિના બાદ યોગ નિદ્રા માંથી ઉઠે છે અને જગતનો કાર્યભાર સંભાળે છે.
માંગલિક કાર્યોની થશે શરૂઆત
ભગવાન જ્યારે યોગનિદ્રામાં હોય છે ત્યાં સુધી તેને ચાર્તુમાસ કહેવાય છે. આ દિવસોમાં શુભકાર્ય તથા વિવાહ કરાતા નથી. પણ જેવા ભગવાન યોગનિદ્રામાંથી ઉઠે છે ત્યારે ચાર્તુમાસનું સમાપન થાય છે. હિંદુ ધર્મમાં વિવાહ, મુંડન અને ગૃહ પ્રવેશ સહિત તમામ માંગલિક કાર્યો ફરીથી શરૂ થઇ જાય છે. દેવઉઠી અગિયારસને પ્રબોધિની એકાદશી કહેવામાં આવે છે. ત્યારે આવો જાણીએ ક્યારે છે એકાદશી અને કેવી રીતે કરવામાં આવે છે પારણા
ભગવાન વિષ્ણુ થાય છે પ્રસન્ન
દેવઉઠી અગિયારસના દિવસે વ્રત અને પૂજન કરવાથી ભગવાન વિષ્ણુ પ્રસન્ન થાય છે અને આશીર્વાદ પ્રદાન કરે છે. ભગવાનના આશીર્વાદથી જીવનમાં ખુશીઓ આવે છે, દેવઉઠી અગિયારસ વ્રત અને પૂજન જો નિયમથી કરવામાં આવે તો પારણા પણ વિધિ વિધાનથી કરવામાં આવે છે. ત્યારે આવો જાણીએ કેવી રીતે કરવા પારણા..
ક્યારે છે દેવઉઠી અગિયારસ?
વૈદિક કેલેન્ડર મુજબ, કારતક મહિનાના શુક્લ પક્ષની એકાદશી તિથિ 1 નવેમ્બરના રોજ સવારે 9:11 વાગ્યે શરૂ થાય છે. આ એકાદશી તિથિ 2 નવેમ્બરના રોજ સવારે 7:31 કલાકે સમાપ્ત થશે. તેથી, આ વર્ષે, દેવઉઠી એકાદશી 1 નવેમ્બરના રોજ ઉજવવામાં આવશે. આ દિવસે અગિયારસનું વ્રત કરવામાં આવે છે તેમાં ભગવાન વિષ્ણનું પૂજા કરવામાં આવે છે.
દેવ ઉઠી એકાદશી 2025 વ્રત પારણા સમય
ધાર્મિક શાસ્ત્રોમાં જણાવાયું છે કે એકાદશી વ્રત હંમેશા દ્વાદશી તિથિએ તોડવામાં આવે છે. તેથી દેવઉઠી એકાદશી વ્રત બીજા દિવસે એટલે કે દ્વાદશી તિથિએ પણ તોડવામાં આવશે. આ વખતે દેવઉઠી એકાદશી વ્રત 2 નવેમ્બરના રોજ તોડી શકાય છે. આ દિવસે ઉપવાસ તોડવાનો શુભ સમય અથવા મુહૂર્ત બપોરે 1.11 થી 3.23 વાગ્યા સુધીનો છે.
દેવઉઠી એકાદશી પર તુલસી વિવાહનું મહત્વ
ઘણા લોકો દેવ ઉઠી એકાદશી પર તુલસી વિવાહ કરવામાં આવે છે. આ દિવસે તુલસીના છોડના લગ્ન ભગવાન શાલિગ્રામ સાથે થાય છે. શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે જે દંપતીઓને પુત્રી નથી હોતી તેઓએ જીવનમાં ઓછામાં ઓછું એક વાર તુલસી વિવાહ ચોક્કસ ઉજવવા જોઈએ.
પારણા કેવી રીતે કરશો ?
- દ્વાદશી તિથિ પર સવારે સ્નાન કરો.
- તમારા ઘર અને મંદિરની સફાઈ કરો
- ભગવાન સૂર્ય (સૂર્ય દેવ) ની પ્રાર્થના કરો.
- આ પછી, ભગવાન વિષ્ણુ અને દેવી લક્ષ્મીની નિયત વિધિ મુજબ પૂજા કરો.
- વિષ્ણુ સહસ્ત્રનો પાઠ કરો અથવા માળા જપો
- સાત્વિક ભોજન અર્પણ કરો.
- પ્રસાદમાં તુલસીના પાનનો સમાવેશ કરવાનું ભૂલશો નહીં.
- તમારા જીવનમાં સુખ અને શાંતિ માટે ભગવાનને પ્રાર્થના કરો.
- આ પછી લોકોને પ્રસાદ વહેંચો અને પોતે પણ લો
(Disclaimer- આ લેખમાં આપેલી કોઈપણ માહિતીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની ખાતરી આપવામાં આવતી નથી. આ માહિતી જ્યોતિષીઓ, પંચાંગ, માન્યતાઓ અથવા ધાર્મિક ગ્રંથો જેવા વિવિધ સ્ત્રોતોમાંથી એકત્રિત કરીને તમારા સુધી પહોંચાડવામાં આવી છે. અમારો ઉદ્દેશ્ય ફક્ત માહિતી પહોંચાડવાનો છે. અમે એટલે કે સંદેશ ન્યૂઝ ડિઝિટીલ ખાતરી આપી શકતા નથી કે તે સાચું અને સાબિત થયું છે. )