હિન્દુ ધર્મમાં દિવાળીના તહેવારનું વિશેષ ધાર્મિક અને આધ્યાત્મિક મહત્ત્વ છે. આ પવિત્ર દિવસે ધનની દેવી માતા લક્ષ્મી અને ભગવાન ગણેશની પૂજા-અર્ચના કરવામાં આવે છે. ધાર્મિક માન્યતા અનુસાર, દિવાળીની રાત્રે વિધિપૂર્વક માતા લક્ષ્મીની પૂજા કરવાથી ઘરમાં સુખ, સમૃદ્ધિ અને ધન-ધાન્યમાં વધારો થાય છે. સનાતન ધર્મમાં ઘુવડને માતા લક્ષ્મીનું વાહન માનવામાં આવે છે. તેથી દિવાળીના દિવસે ઘુવડનું દર્શન કરવું વિશેષ શુભ માનવામાં આવે છે.
ધાર્મિક માન્યતાઓ અનુસાર, દિવાળીની રાત્રે માતા લક્ષ્મી પૃથ્વી પર ભ્રમણ કરે છે. આથી આ રાત્રે ઘુવડ દેખાવું શુભ સંકેત માનવામાં આવે છે. એવું કહેવાય છે કે ઘુવડનું દર્શન જીવનમાં આવનારી ખુશીઓ, આર્થિક પ્રગતિ અને માતા લક્ષ્મીની કૃપા તરફ સંકેત કરે છે. તો ચાલો જાણીએ કે દિવાળીની રાત્રે ઘુવડ દેખાય તો કયા પાંચ શુભ સંકેતો મળી શકે છે.
અચાનક ધનલાભ થવાના સંકેત
ધાર્મિક માન્યતા અનુસાર, દિવાળીની રાત્રે ઘુવડ દેખાવું આર્થિક દૃષ્ટિએ શુભ માનવામાં આવે છે. એવું કહેવાય છે કે આ સંકેતથી લાંબા સમયથી અટવાયેલા પૈસા પાછા મળી શકે છે. આ ઉપરાંત આવકના નવા રસ્તા ખુલી શકે છે અને આર્થિક સ્થિતિમાં સુધારો થવાની શક્યતા રહે છે.
વેપાર અને નોકરીમાં પ્રગતિ
જો તમે વેપાર કરો છો અને દિવાળીની રાત્રે ઘુવડ જોવા મળે છે, તો તેને વ્યવસાયમાં લાભ અને સફળતાના સંકેત તરીકે જોવામાં આવે છે. માન્યતા અનુસાર, વેપારમાં નવી તકો મળી શકે છે અને લાંબા સમયથી અટવાયેલાં કામ પૂર્ણ થઈ શકે છે. નોકરી કરતા લોકોને પણ કારકિર્દીમાં પ્રગતિ અને સફળતા મળવાના સંકેત માનવામાં આવે છે.
સંકટ અને દરિદ્રતાનો થશે અંત
શકુનશાસ્ત્રની માન્યતાઓ અનુસાર, દિવાળીની રાત્રે ઘુવડ દેખાવું જીવનની મુશ્કેલીઓ દૂર થવાનો સંકેત માનવામાં આવે છે. એવું કહેવાય છે કે તેનાથી આર્થિક અને માનસિક તણાવમાંથી રાહત મળી શકે છે. જીવનમાં સકારાત્મકતા વધે છે અને સુખ-શાંતિનું આગમન થાય છે.
માતા લક્ષ્મીની વિશેષ કૃપા
જો દિવાળીની રાત્રે ઘુવડ વારંવાર તમારા ઘરની આસપાસ અથવા ઘરમાં આવીને બેસે છે, તો તેને માતા લક્ષ્મીની કૃપા સાથે જોડવામાં આવે છે. ધાર્મિક માન્યતા અનુસાર, આ ઘરમાં સુખ-સમૃદ્ધિ અને બરકત જળવાઈ રહેવાનો સંકેત છે. ઘરમાં ક્યારેય અન્ન અને ધનની અછત ન રહે તેવી માન્યતા પણ પ્રચલિત છે.
જીવનનાં દુઃખોનો થશે અંત
દિવાળીની રાત્રે ઘુવડનું દર્શન જીવનમાં સકારાત્મક પરિવર્તન આવવાનો સંકેત પણ માનવામાં આવે છે. લોકમાન્યતા અનુસાર, તે વ્યક્તિના જીવનમાં ચાલી રહેલી મુશ્કેલીઓ અને દુઃખો દૂર થવાની આશા દર્શાવે છે. આવનારા સમયમાં સુખ, શાંતિ અને ખુશીઓનું આગમન થઈ શકે છે.
આ પણ વાંચો: Shani Gochar 2026: શનિદેવ ખોલશે ભાગ્યના દરવાજા! આગામી 207 દિવસ આ 4 રાશિઓ માટે રહેશે ખાસ
(Disclaimer: આ સમાચારમાં આપવામાં આવેલી માહિતી ધાર્મિક માન્યતાઓ અને સામાન્ય માહિતી પર આધારિત છે. (sandesh news) સંદેશ ન્યૂઝ આની પુષ્ટિ કરતું નથી.)