મે મહિનો ખાસ માનવામાં આવી રહ્યો છે કારણ કે આ મહિને અનેક શુભ યોગો રચાઈ રહ્યા છે, જેમાં દ્વિદ્વાદશ રાજયોગ પણ સમાવેશ થાય છે. દ્રિક પંચાંગ મુજબ 11 મે 2026, સોમવારે સવારે આશરે 06:36 વાગ્યે આ મહત્વપૂર્ણ ગ્રહસ્થિતિ બનશે. આ સમયે શુક્ર અને ગુરૂ એકબીજા થી 30 ડિગ્રી પર રહેશે, જેના કારણે આ યોગ રચાશે.


શુક્રને સુખ, પ્રેમ, વૈભવ અને ધનનો કારક માનવામાં આવે છે

જ્યોતિષમાં શુક્રને સુખ, પ્રેમ, વૈભવ અને ધનનો કારક માનવામાં આવે છે, જ્યારે ગુરુ જ્ઞાન, ભાગ્ય અને સમૃદ્ધિ સાથે જોડાયેલ છે. આ બંને શુભ ગ્રહોના સંયોગથી ઘણા લોકોના જીવનમાં સકારાત્મક ફેરફાર આવી શકે છે અને તેનો પ્રભાવ થોડા દિવસો સુધી રહી શકે છે.

વૃષભ રાશિ

વૃષભ રાશિના લોકો માટે આ સમય ભાવનાત્મક અને પારિવારિક રીતે સારો રહેશે. આત્મવિશ્વાસમાં વધારો થશે. જીવન પ્રત્યેનો દૃષ્ટિકોણ સકારાત્મક બનશે. પ્રેમ સંબંધોમાં મધુરતા આવશે અને પરિવાર સાથે સારો સમય પસાર થશે. આધ્યાત્મિક બાબતોમાં રસ વધશે.

તુલા રાશિ

તુલા રાશિના લોકો માટે આ યોગ ખુશહાલી લાવનાર છે. ઘર-પરિવારમાં સુખ-સુવિધાઓમાં વધારો થશે. સમાજમાં પ્રતિષ્ઠા વધશે. આર્થિક સ્થિતિ મજબૂત બનશે અને કરિયરમાં સારા અવસર મળશે. પ્રેમ જીવનમાં નવી શરૂઆત અથવા મજબૂતી આવશે.

ધનુ રાશિ

ધનુ રાશિના જાતકો માટે ભાગ્યનો સહયોગ મળશે. વેપારમાં લાભની શક્યતા છે. દાંપત્ય જીવનમાં ખુશીઓ વધશે. અચાનક ધનલાભ મળી શકે છે. ધાર્મિક અને આધ્યાત્મિક પ્રવૃત્તિઓમાં રસ વધશે, જે માનસિક શાંતિ આપશે.

મીન રાશિ

મીન રાશિના લોકો માટે આ યોગ પ્રગતિનો સંકેત આપે છે. ઘર અને સંપત્તિ સંબંધિત બાબતોમાં લાભ મળશે. શિક્ષણ, કલા અને સર્જનાત્મક કાર્યોમાં રસ વધશે. સંબંધોમાં સુધારો આવશે અને સફળતાના નવા રસ્તા ખુલશે. પરિવાર સંબંધિત મુદ્દાઓમાં ધીરજ રાખવી લાભદાયક રહેશે.

આ પણ વાંચો: Shani Vakri 2026: 138 દિવસ વક્રી રહેશે સૂર્યપુત્ર, જાણીલો કઇ રાશિ પર થશે વધુ અસર


  • Follow us on: