આ ઉપરાંત, ઘણા મોટા ગ્રહોનું ગોચર થઈ રહ્યું છે. ચાલો દ્રિક પંચાંગ અનુસાર ફેબ્રુઆરી 2026 માટે સંપૂર્ણ ઉપવાસ અને તહેવારોનું કેલેન્ડર જાણીએ...ફેબ્રુઆરી મહિનાની શરૂઆત માઘ પૂર્ણિમાથી થાય છે, જેને સ્નાન-દાન અને સત્યનારાયણ વ્રત માટે અત્યંત શુભ માનવામાં આવે છે. ત્યારબાદ એકાદશી વ્રત આવે છે, જેમાં ભગવાન વિષ્ણુની પૂજાનું વિશેષ વિધાન છે. એકાદશી વ્રતથી મન અને શરીરની શુદ્ધિ થાય છે એવી માન્યતા છે.

આ દિવસે ભક્તો ઉપવાસ રાખી ભગવાન શિવની વિશેષ પૂજા કરે 

ફેબ્રુઆરીમાં સૌથી મહત્વનો તહેવાર મહાશિવરાત્રિ આવે છે. આ દિવસે ભક્તો ઉપવાસ રાખી ભગવાન શિવની વિશેષ પૂજા કરે છે. માન્યતા છે કે મહાશિવરાત્રિના દિવસે શિવ-પાર્વતીનો વિવાહ થયો હતો અને રાત્રિ જાગરણ કરવાથી મનોકામનાઓ પૂર્ણ થાય છે.

આ જ મહિને સૂર્ય ગ્રહણ પણ થઇ રહ્યુ છે

આ જ મહિને સૂર્ય ગ્રહણ પણ થઇ રહ્યુ છે જેને જ્યોતિષ શાસ્ત્રમાં વિશેષ મહત્વ આપવામાં આવે છે. અમાસના દિવસે કંકણ કૃત સૂર્યગ્રહણ( ભારતમાં દેખાશે નહી)ગ્રહણકાળ દરમિયાન પૂજા-પાઠ વર્જિત માનવામાં આવે છે, જ્યારે ગ્રહણ પૂર્ણ થયા બાદ સ્નાન, દાન અને મંત્ર જાપ કરવો શુભ ગણાય છે.

ફેબ્રુઆરીના અંતમાં હોળાષ્ટક

ફેબ્રુઆરીના અંતમાં હોળાષ્ટકની શરૂઆત થાય છે, જે હોળીથી આઠ દિવસ પહેલા શરૂ થાય છે. હોળાષ્ટક દરમિયાન લગ્ન, ગૃહ પ્રવેશ, મુંડન જેવા શુભ કાર્યો વર્જિત માનવામાં આવે છે. આ સમય આત્મચિંતન અને સંયમ માટે યોગ્ય માનવામાં આવે છે.

પ્રદોષ વ્રત, અમાસ અને ચતુર્થી જેવા અન્ય વ્રતો પણ આવે

આ સિવાય ફેબ્રુઆરીમાં પ્રદોષ વ્રત, અમાસ અને ચતુર્થી જેવા અન્ય વ્રતો પણ આવે છે, જેમનું પોતાનું ધાર્મિક મહત્વ છે. કુલ મળીને ફેબ્રુઆરીનો મહિનો વ્રત-તહેવારોથી ભરેલો છે, જે ભક્તોને આધ્યાત્મિક સાધના અને ધાર્મિક આસ્થાને મજબૂત બનાવવાની તક આપે છે.

ફેબ્રુઆરી 2026 વ્રત અને તહેવારોની યાદી

1 ફેબ્રુઆરી 2026 - ગુરુ રવિદાસ જયંતિ, લલિતા જયંતિ અને માઘ પૂર્ણિમા સ્નાન

5 ફેબ્રુઆરી, 2026 - દ્વિજપ્રિયા સંકષ્ટિ

7 ફેબ્રુઆરી, 2026 - યશોદા જયંતિ

8 ફેબ્રુઆરી, 2026 - ભાનુ સપ્તમી અને શબરી જયંતિ

9 ફેબ્રુઆરી 2026 - જાનકી જયંતિ, કાલાષ્ટમી અને જન્માષ્ટમી (માસિક)

13 ફેબ્રુઆરી, 2026 - વિજયા એકાદશી, કુંભ સંક્રાંતિ

14 ફેબ્રુઆરી 2026 - શનિ ત્રયોદશી, શનિ પ્રદોષ વ્રત અને વેલેન્ટાઈન ડે

15 ફેબ્રુઆરી 2026 - મહાશિવરાત્રિ અને માસિક શિવરાત્રી

17 ફેબ્રુઆરી 2026 - કંકણ કૃત સૂર્યગ્રહણ( ભારતમાં દેખાશે નહી) , દર્શ અમાસ અને દ્વાપર યુગ દિવસ

18 ફેબ્રુઆરી 2026 - ચંદ્ર દર્શન અને ફુલૈરા દૂજ, વસંતઋતુ પ્રારંભ, ફાગણ માસ

19 ફેબ્રુઆરી 2026 - રામકૃષ્ણ જયંતિ

21 ફેબ્રુઆરી, 2026 - વિનાયક ચતુર્થી

22 ફેબ્રુઆરી, 2026 - સ્કંદ ષષ્ઠી

23 ફેબ્રુઆરી, 2026 - હોળાષ્ટક શરૂ

24 ફેબ્રુઆરી, 2026 - દુર્ગાષ્ટમી

25 ફેબ્રુઆરી, 2026 - શ્રીહરિજયંતી, બગીચા નોમ

27 ફેબ્રુઆરી, 2026 - આમલકી એકાદશી (આમળા)

28 ફેબ્રુઆરી 2026 - નરસિંહ દ્વાદશી

આ પણ વાંચો: Mercury Transit In Aquarius: બુધનો કુંભ રાશિમાં પ્રવેશ, આ રાશિઓ માટે ફેબ્રુઆરી રહેશે લકી

(Disclaimer: આ સમાચારમાં આપવામાં આવેલી માહિતી ધાર્મિક માન્યતાઓ અને સામાન્ય માહિતી પર આધારિત છે. (sandesh news) સંદેશ ન્યૂઝ આની પુષ્ટિ કરતું નથી.)