ચાઇનીઝ શાસ્ત્ર ફેંગશુઈ અનુસાર, ઘરમાં ઊર્જાનું યોગ્ય સંતુલન જ ધન અને સદભાગ્યના દરવાજા ખોલે છે. જો તમે પણ આર્થિક તંગીથી પરેશાન છો, તો આ 5 ફેંગશુઈ ટિપ્સ તમારા માટે લાભદાયક સાબિત થઈ શકે છે.

ધનનો ખૂણો (Wealth Corner)

ફેંગશુઈ મુજબ ઘર અથવા રૂમનો ડાબો ખૂણો (પ્રવેશદ્વારથી જોતા) ધનનો વિસ્તાર માનવામાં આવે છે. આ ખૂણાને સક્રિય બનાવવા માટે અહીં લીલા જીવંત છોડ અથવા વહેતા પાણીનો નાનો ફુવારો રાખો. ધ્યાન રાખો કે અહીં ગંદકી ન હોય, કારણ કે અવ્યવસ્થા ધનની આવકમાં અવરોધ ઉભો કરે છે.

ધાતુનો કાચબો

આર્થિક સ્થિરતા અને કારકિર્દીમાં વૃદ્ધિ માટે ઘરની ઉત્તર દિશામાં પિત્તળ અથવા ચાંદીનો કાચબો રાખવો શુભ માનવામાં આવે છે. જો કાચબાના મોઢામાં ચાઇનીઝ સિક્કો હોય તો તે વધુ લાભદાયક ગણાય છે. તેને પાણી ભરેલા કાચના બાઉલમાં રાખવાથી સકારાત્મક ઊર્જા વધે છે.

ત્રણ ચાઇનીઝ સિક્કાનો ઉપાય

ત્રણ ચાઇનીઝ સિક્કાઓને લાલ રિબનથી બાંધીને ઘરના મુખ્ય દરવાજાના હેન્ડલની અંદરની બાજુ લટકાવો. ફેંગશુઈમાં તેને સદભાગ્યનું પ્રતિક માનવામાં આવે છે. તે નકારાત્મક ઊર્જાને સકારાત્મકતામાં ફેરવે છે અને ગરીબી દૂર કરવામાં મદદરૂપ બને છે.

ફિશ એક્વેરિયમ અને વહેતું પાણી

ઘરમાં સોનાની માછલીઓવાળું એક્વેરિયમ રાખવું પ્રગતિનું પ્રતિક છે. ફેંગશુઈ મુજબ વહેતું પાણી સમૃદ્ધિનું પ્રતિનિધિત્વ કરે છે. જો એક્વેરિયમ રાખવું શક્ય ન હોય તો ઉત્તર દિશામાં વહેતા પાણીનું ચિત્ર લગાવી શકાય, પરંતુ પાણી ઘરની અંદર તરફ વહેતું દેખાવું જોઈએ.

લાફિંગ બુદ્ધાની યોગ્ય દિશા

હાથમાં ધનની પોટલી ધરાવતા લાફિંગ બુદ્ધાની મૂર્તિ ઘરની દક્ષિણ-પૂર્વ દિશામાં રાખવી શુભ માનવામાં આવે છે. તેને એવી જગ્યાએ મૂકો કે ઘરમાં પ્રવેશતા જ સૌપ્રથમ નજર તેના પર પડે. માન્યતા છે કે તે તણાવ ઘટાડે છે અને કમાણીના નવા રસ્તા ખોલે છે.

ફેંગશુઈ અનુસાર, પર્સમાં નોટોને હંમેશા સીધી અને વ્યવસ્થિત રાખવી જોઈએ. વાંકી અથવા અવ્યવસ્થિત નોટો આર્થિક અસ્થિરતાનું પ્રતિક માનવામાં આવે છે.

આ પણ વાંચો: Zodiac Personality Traits: ગેમ ચેન્જર હોય આ રાશિના જાતકો, હંમેશા જીત મેળવે

(Disclaimer: આ સમાચારમાં આપવામાં આવેલી માહિતી ધાર્મિક માન્યતાઓ અને સામાન્ય માહિતી પર આધારિત છે. (sandesh news) સંદેશ ન્યૂઝ આની પુષ્ટિ કરતું નથી.)