કુંડળીમાં શુભ યોગ હોય તો જીવન ખુશીઓ, સફળતા અને સમૃદ્ધિથી ભરાઈ જાય છે, જ્યારે અશુભ યોગના કારણે વ્યક્તિને અનેક મુશ્કેલીઓ અને સંઘર્ષનો સામનો કરવો પડે છે.

કુંડળીમાં ધનયોગ

કુંડળીમાં ધનયોગ બનવાથી વ્યક્તિને જીવનમાં ધન, વૈભવ અને સુખ-સમૃદ્ધિ મળે છે. ધનયોગના શુભ પ્રભાવથી સામાન્ય વ્યક્તિ પણ રાજા જેવી જિંદગી જીવી શકે છે. પરંતુ ઘણી વખત કુંડળીમાં ધનયોગ હોવા છતાં વ્યક્તિને ગરીબી અને આર્થિક તંગીનો સામનો કરવો પડે છે. ચાલો જાણીએ તેની પાછળના કારણો વિશે.

ક્યારે બને છે ધનયોગ?

કુંડળીના બીજા ભાવ એટલે કે ધન ભાવનો સ્વામી મજબૂત હોય અને અગિયારમા ભાવ એટલે કે લાભ ભાવમાં શુભ ગ્રહો હોય ત્યારે ધનયોગ બને છે. ગુરુ, શુક્ર અને બુધ શુભ સ્થિતિમાં હોય તો ધનયોગનું નિર્માણ થાય છે.

ધનયોગ હોવા છતાં ગરીબી કેમ?

ઘણી વખત કુંડળીમાં ધનયોગ હોવા છતાં વ્યક્તિને આર્થિક મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. તેના પાછળ કેટલાક ખાસ કારણો જવાબદાર હોઈ શકે છે.

દરિદ્ર યોગનો પ્રભાવ

જો કુંડળીમાં ધનયોગ સાથે દરિદ્ર યોગ અથવા કર્જ યોગ પણ બનેલો હોય, તો તે આર્થિક તંગીનું કારણ બની શકે છે. દરિદ્ર યોગના પ્રભાવથી ધનયોગનું શુભ ફળ ઓછું થઈ જાય છે.

ભાગ્ય નબળું હોવું

જો વ્યક્તિનું ભાગ્ય નબળું હોય એટલે કે કુંડળીનો નવમ ભાવ કમજોર હોય, તો મહેનતનું સંપૂર્ણ ફળ મળતું નથી. આવી સ્થિતિમાં વ્યક્તિને જીવનમાં સંઘર્ષ અને ગરીબીનો સામનો કરવો પડે છે.

કર્મ અને પ્રયત્નનું મહત્વ

કુંડળીમાં બનતા શુભ યોગ વ્યક્તિને માત્ર તક અને સકારાત્મક ઊર્જા આપે છે. જો વ્યક્તિ મહેનત ન કરે અને સફળતા માટે પ્રયત્ન ન કરે, તો ધનયોગ હોવા છતાં પણ આર્થિક પ્રગતિ થતી નથી.

આ પણ વાંચો: Vastu Tips : તિજોરી પર ન રાખશો આવો ભારે સામાન, દરિદ્રતા ઘેરી લેશે

(Disclaimer: આ સમાચારમાં આપવામાં આવેલી માહિતી ધાર્મિક માન્યતાઓ અને સામાન્ય માહિતી પર આધારિત છે. (sandesh news) સંદેશ ન્યૂઝ આની પુષ્ટિ કરતું નથી.)