ઘણી વખત આપણે ખાલી જગ્યા જોઈને ત્યાં દવાઓ, ચાવીઓ, બિલ કે અન્ય બિનજરૂરી વસ્તુઓ મૂકી દઈએ છીએ. જો તમારા ઘરમાં પણ આવું થતું હોય તો સાવધાન થઈ જાઓ! વાસ્તુશાસ્ત્ર અનુસાર આવી નાની બેદરકારી ઘરની સમૃદ્ધિને અટકાવી શકે છે અને પૈસા પાણીની જેમ ખર્ચ થવા લાગે છે.

વાસ્તુ માન્યતાઓ મુજબ, જો ફ્રિજની ઉપર યોગ્ય અને શુભ વસ્તુઓ રાખવામાં આવે તો તે સ્થાન ઘરમાં સકારાત્મક ઊર્જા અને સમૃદ્ધિ આકર્ષવાનું કેન્દ્ર બની શકે છે. ચાલો જાણીએ એવી 3 વસ્તુઓ વિશે, જેને ફ્રિજની ઉપર રાખવી શુભ માનવામાં આવે છે.

નાનો વાસનો છોડ (Bamboo Plant)

વાસ્તુશાસ્ત્રમાં વાસના છોડને પ્રગતિ, સુખ-સમૃદ્ધિ અને સકારાત્મક ઊર્જાનું પ્રતિક માનવામાં આવે છે.

શા માટે રાખવો?

ફ્રિજમાંથી સતત ઊર્જાત્મક તરંગો નીકળતા હોવાનું માનવામાં આવે છે. કાચના વાસણમાં પાણી ભરી તેમાં નાનો વાસનો છોડ રાખવાથી નકારાત્મક ઊર્જા શોષાઈ જાય છે એવી માન્યતા છે. આ છોડ ઘરમાં સકારાત્મકતા વધારવામાં મદદરૂપ માનવામાં આવે છે. તેનું પાણી અઠવાડિયામાં એકવાર બદલવું જોઈએ.

પિત્તળનો કાચબો (Brass Tortoise)

સનાતન પરંપરામાં કાચબાને ભગવાન વિષ્ણુના કૂર્મ અવતાર અને માતા લક્ષ્મી સાથે જોડવામાં આવે છે.

શા માટે રાખવો?

ફ્રિજની ઉપર ઉત્તર અથવા પૂર્વ દિશા તરફ મોઢું રાખીને પિત્તળનો નાનો કાચબો સ્થાપિત કરવો શુભ માનવામાં આવે છે. વાસ્તુ અનુસાર તે આર્થિક સ્થિરતા અને પ્રગતિ માટે શુભ ફળદાયક માનવામાં આવે છે.

તાંબાનો કળશ અથવા ધનની પોટલી

તાંબું સૂર્ય અને મંગળની સકારાત્મક ઊર્જાનું પ્રતિનિધિત્વ કરે છે.

શા માટે રાખવું?

ફ્રિજની ઉપર નાનકડા તાંબાના કળશમાં ગંગાજળ ભરી રાખી શકાય છે. જો કળશ ઉપલબ્ધ ન હોય તો લાલ કપડામાં 5 ગોમતી ચક્ર બાંધીને ધનની પોટલી પણ રાખી શકાય છે. વાસ્તુ માન્યતા અનુસાર આ ઉપાય અનાવશ્યક ખર્ચ ઘટાડવામાં અને ઘરમાં સમૃદ્ધિ જાળવી રાખવામાં મદદરૂપ માનવામાં આવે છે.

આ પણ વાંચો: Vaishno Devi Yatra: માતા વૈષ્ણોદેવીનો આકરો નિયમ, એક ભૂલથી અધુરી રહે યાત્રા

(Disclaimer: આ સમાચારમાં આપવામાં આવેલી માહિતી ધાર્મિક માન્યતાઓ અને સામાન્ય માહિતી પર આધારિત છે. (sandesh news) સંદેશ ન્યૂઝ આની પુષ્ટિ કરતું નથી.)