વૈદિક જ્યોતિષ શાસ્ત્રમાં નવ ગ્રહો એક નિશ્ચિત સમય બાદ રાશિ પરિવર્તન કરે છે. એવી જ રીતે રાજા સૂર્યની વાત કરીએ તો સૂર્ય 30 દિવસમાં રાશિ પરિવર્તન કરે છે. જે દરમિયાન તેઓ કોઇને કોઇ ગ્રહોસાથે યુતિ બનાવે છે.. ત્યારે આ વખતે સૂર્યની યુતિ ગ્રહોના રાજકુમાર સૂર્ય સાથે થવાની છે. જેનાથી બુધાદિત્ય યોગનું નિર્માણ થશે. આ યોગના નિર્માણથી કેટલીક રાશિના જાતકોનું નસીબ ચમકી જશે. આ વિશ્લેષણ ચંદ્ર રાશિના આધાર પર કરવામાં આવે છે.

સૂર્ય-બુધ રચશે મોટો રાજયોગ 

વૈદિક જ્યોતિષ શાસ્ત્ર અનુસાર ગ્રહોના રાજા સૂર્ય 17 સપ્ટેમ્બર 2025ની રાત્રે 1 વાગ્યેને 38 મિનિટ પર કન્યા રાશિમાં પ્રવેશ કરશે. જ્યાં બુધ પહેલેથી જ હાજર હશે.. બુધ 15 સપ્ટેમ્બરે સવારે 10 વાગ્યેને 58 મિનિટે કન્યા રાશિમાં પ્રવેશ કરવાના છે. ત્યારે આ યોગની રચના થવાથી કઇ ભાગ્યશાળી રાશિઓને લાભ થશે આવો જાણીએ.

મિથુન રાશિ

આ રાશિના ચોથા ઘરમાં બુધાદિત્ય યોગ બની રહ્યો છે. જેથી આ રાશિના લોકોને ઘણા ક્ષેત્રોમાં સફળતાની સાથે ખુશી પણ મળી શકે છે. બાળકો તરફથી કોઈ સારા સમાચાર મળી શકે છે. તમે આનાથી ખુશ દેખાઈ રહ્યા છો. તમને નોકરીના ક્ષેત્રમાં પણ ઘણો ફાયદો થઈ શકે છે. તમે કામને લઇને વિદેશ યાત્રા પણ કરી શકો છો. બુધ અને સૂર્યની કૃપાથી વ્યવસાયમાં પણ નફો મળવાની શક્યતા છે. તમે શેરબજાર અને સટ્ટા દ્વારા ઘણા પૈસા કમાઈ શકો છો. તમારી નાણાકીય સ્થિતિ સારી રહેવાની છે. તમે ભવિષ્ય માટે બચત કરવામાં પણ સફળ થઈ શકો છો. લગ્ન જીવનમાં ખુશી રહેશે. તમે તમારા જીવનસાથીનો વિશ્વાસ જીતવામાં સફળ થઈ શકો છો.

કન્યા રાશિ

આ રાશિના લોકો માટે પણ બુધાદિત્ય યોગ ખૂબ જ ફાયદાકારક હોઈ શકે છે. બુધ-સૂર્ય આ રાશિના લગ્ન ભાવમાં યુતિ ધરાવે છે, જેના કારણે આ રાશિના લોકોને ખાસ લાભ મળી શકે છે. સમાજમાં માન-સન્માન ઝડપથી વધી શકે છે. પ્રેમ જીવન સારું રહેવાનું છે. તમે તમારા જીવનસાથી સાથે પ્રવાસ પર જઈ શકો છો. ભાગીદારીમાં થઈ રહેલા વ્યવસાયમાં તમને ઘણો નફો મળી શકે છે. નવી નોકરી શોધી રહેલા લોકોને ખાસ લાભ મળી શકે છે. તમે કોઈ ઉચ્ચ અધિકારીને મળી શકો છો. આ તમારા કારકિર્દી પર સારી અસર કરી શકે છે.

વૃશ્ચિક રાશિ

 આ રાશિના અગિયારમા ઘરમાં બુધ-સૂર્યની યુતિ છે. આવી સ્થિતિમાં, આ રાશિના લોકોને સમાજમાં માન-સન્માનમાં વધારો થઈ શકે છે. તમે મિત્રો સાથે સારો સમય વિતાવી શકો છો. તમે તેમની સાથે યાદગાર પ્રવાસ પર જઈ શકો છો. જીવનમાં ખુશીઓ આવી શકે છે. સમાજમાં માન-સન્માન વધશે. તમે તમારી પોતાની અભિવ્યક્તિ માટે ખૂબ જ સતર્ક જોવા મળી શકો છો. આધ્યાત્મિકતા તરફ પણ તમારો ઝુકાવ ઘણો હશે, જેના કારણે તમે ઘણી ધાર્મિક યાત્રાઓ પણ કરી શકો છો.

(Disclaimer- આ લેખમાં આપેલી કોઈપણ માહિતીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની ખાતરી આપવામાં આવતી નથી. આ માહિતી જ્યોતિષીઓ, પંચાંગ, માન્યતાઓ અથવા ધાર્મિક ગ્રંથો જેવા વિવિધ સ્ત્રોતોમાંથી એકત્રિત કરીને તમારા સુધી પહોંચાડવામાં આવી છે. અમારો ઉદ્દેશ્ય ફક્ત માહિતી પહોંચાડવાનો છે. અમે એટલે કે સંદેશ ન્યૂઝ ડિઝિટીલ ખાતરી આપી શકતા નથી કે તે સાચું અને સાબિત થયું છે. )