વૈદિક જ્યોતિષ શાસ્ત્ર અનુસાર નવગ્રહોમાં ચંદ્રમાં સૌથી ઝડપીથી ગતિ કરનાર ગ્રહ માનવામાં આવે છે. તેઓ એક રાશિમાં અઢી દિવસ રહે છે. એવામાં કોઇને કોઇ ગ્રહ સાથે યુતિ કરે છે. જેનાથી શુભ અને અશુભ યોગનું નિર્માણ થાય છે. ત્યારે આ વખતે ચંદ્ર ગુરુ સાથે યુતિ કરશે. જેનાથી પાવરફુલ ગજકેસરી યોગનું નિર્માણ થઇ રહ્યું છે.

12 ઓક્ટોબરે સર્જાશે રાજયોગ

 ચંદ્ર અને ગુરુની યુતિ 12 ઓક્ટોબરે સર્જાશે. સવારે 2 વાગેને 24 મિનિટે ચંદ્રમા મિથુન રાશિમાં પ્રવેશ કરશે.જ્યાં પહેલેથી જ ગુરુ બિરાજમાન છે. આથી ગુરુ અને ચંદ્રની યુતિથી રાજયોગનું નિર્માણ થશે. જે કેટલીક રાશિની કિસ્મત ચમકાવી શકે છે.

ગજકેસરી રાજયોગ શું છે?

જ્યોતિષ શાસ્ત્ર અનુસાર, ગજકેસરી રાજયોગ એટલે હાથીની પીઠ પર સવાર સિંહ. જ્યારે આ રાજયોગ રચાય છે ત્યારે વ્યક્તિ ખૂબ જ મજબૂત, નિર્ભય, હિંમતવાન અને શક્તિશાળી હોય છે. આ યોગ ત્યારે બને છે જ્યારે ધનના ગ્રહ ગુરુ અને મનના ગ્રહ ચંદ્રનો યુતિમાં હોય છે અથવા તેમના ખાસ પ્રભાવો સંયુક્ત હોય છે.

મિથુન રાશિ

  • ગુરુ અને ચંદ્રનો યુતિ આ રાશિના લગ્ન ભાવમાં થઈ રહી છે.
  • આ રાશિ હેઠળ જન્મેલા લોકોના જીવનમાં સકારાત્મક અસરો થઈ શકે છે.
  • નાણાકીય સ્થિતિ મજબૂત રહેશે, અને આવકના ઘણા નવા સ્ત્રોત ખુલશે.
  • નેતૃત્વ કૌશલ્ય વધશે, જેનાથી તમે વધુ સારા નિર્ણયો લઈ શકશો.
  • આત્મવિશ્વાસ વધવાથી તમે તમારા લક્ષ્યો પ્રાપ્ત કરવામાં સફળ થઈ શકો છો.
  • તમે તમારા ભવિષ્ય વિશે સકારાત્મક વિચારોની કલ્પના કરી શકો છો
  • વિચારપૂર્વક અને વિવેકથી આગળ વધવાથી સફળતા સુનિશ્ચિત થઈ શકે છે.

ધન રાશિ

  • ગુરુ અને ચંદ્રની યુતિ આ રાશિના સાતમા ભાવમાં થવાની છે
  •  અપાર સફળતા અને ઝડપી પ્રગતિ દર્શાવે છે.
  • આ સમય તમારા કારકિર્દી માટે અત્યંત શુભ સાબિત થશે.
  • અને ગજકેસરી રાજયોગ તમારા પ્રયત્નોને પૂર્ણ ફળ આપશે.
  • આ સમયગાળા દરમિયાન વ્યવસાયમાં, ખાસ કરીને ભાગીદારી આધારિત વ્યવસાયોમાં, નોંધપાત્ર નફો થવાની સંભાવના છે.
  • પ્રભાવશાળી અને સફળ લોકો સાથેના તમારા સંબંધો મજબૂત બનશે.
  • જો તમે નવો વ્યવસાય શરૂ કરવાનું વિચારી રહ્યા છો, તો આ સમય તમારા માટે અત્યંત અનુકૂળ રહેશે.
  •  જીવનના તમામ પાસાઓમાં સુખ અને શાંતિ પ્રવર્તશે
  •  તમારા વ્યક્તિગત અને વ્યાવસાયિક જીવનમાં સકારાત્મક ફેરફારો જોવા મળશે.

તુલા રાશિ

  • આ રાશિના જાતકો માટે ગજકેસરી રાજયોગ અત્યંત ફાયદાકારક સાબિત થઈ શકે છે.
  • આ રાશિમાં ગુરુ અને ચંદ્રનો યુતિ ભાગ્યના ભાવમાં બની રહી છે.
  • આ યોગ તમને ખ્યાતિ જ નહીં પરંતુ સમાજમાં સન્માન પણ અપાવશે.
  • જીવનમાં નવી તકો ખુલી શકે છે, અને લાંબા સમયથી ચાલતી સમસ્યાઓનું નિરાકરણ આવી શકે છે.
  • તમારા કારકિર્દીમાં સતત લાભ અને પ્રગતિ થવાની શક્યતા છે.
  • તમારા વ્યવસાય અથવા કાર્યસ્થળમાં તમે જે નવા વિચારો લાવો છો તે સફળ સાબિત થઈ શકે છે
  • તમે આર્થિક રીતે મજબૂત સ્થિતિમાં આવી શકો છો.
  •  પરિવાર અને મિત્રોના સંપૂર્ણ સમર્થનથી, તમે આત્મવિશ્વાસ સાથે દરેક પડકારનો સામનો કરી શકશો
  •  જીવનમાં સફળતાની નવી ઊંચાઈઓ પ્રાપ્ત કરી શકશો.

(Disclaimer- આ લેખમાં આપેલી કોઈપણ માહિતીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની ખાતરી આપવામાં આવતી નથી. આ માહિતી જ્યોતિષીઓ, પંચાંગ, માન્યતાઓ અથવા ધાર્મિક ગ્રંથો જેવા વિવિધ સ્ત્રોતોમાંથી એકત્રિત કરીને તમારા સુધી પહોંચાડવામાં આવી છે. અમારો ઉદ્દેશ્ય ફક્ત માહિતી પહોંચાડવાનો છે. અમે એટલે કે સંદેશ ન્યૂઝ ડિઝિટીલ ખાતરી આપી શકતા નથી કે તે સાચું અને સાબિત થયું છે. )