હાલમાં ગુરુ બૃહસ્પતિ મિથુન રાશિમાં સ્થિત છે અને 2 જૂન સુધી અહીં જ રહેશે. આ સમયગાળા દરમિયાન અન્ય ગ્રહો સાથેની યૂતિ, દ્રષ્ટિ અને કોણીય સ્થિતિને કારણે અનેક શુભ યોગો બનશે.

દેવગુરુ ગુરુ અને ચંદ્રની યૂતિથી ગજકેસરી રાજયોગનું નિર્માણ

દેવગુરુ ગુરુ અને ચંદ્રની યૂતિથી ગજકેસરી રાજયોગનું નિર્માણ થઈ રહ્યું છે. દ્રિક પંચાંગ મુજબ ચંદ્ર મિથુન રાશિમાં પ્રવેશતા આ રાજયોગ બનશે. જ્યોતિષ માન્યતાઓ મુજબ ગુરુ-ચંદ્રની આ યૂતિ કેટલીક રાશિઓ માટે અત્યંત શુભ સાબિત થઈ શકે છે. આ યોગ ભાગ્ય વૃદ્ધિ, આર્થિક પ્રગતિ અને માન-સન્માન અપાવનાર માનવામાં આવે છે. સાથે જ માતા લક્ષ્મીની વિશેષ કૃપા પણ પ્રાપ્ત થઈ શકે છે.

ચંદ્ર લગભગ અઢી દિવસે રાશિ બદલે છે

દ્રિક પંચાંગ મુજબ 26 ફેબ્રુઆરીએ રાત્રે 12:54 વાગ્યે ચંદ્ર મિથુન રાશિમાં પ્રવેશ કરશે અને ગુરુ સાથે યૂતિ કરીને ગજકેસરી રાજયોગ બનાવશે. આ યોગ લગભગ 54 કલાક સુધી રહેશે. ત્યારબાદ 28 ફેબ્રુઆરીએ સવારે 03:52 વાગ્યે ચંદ્ર કર્ક રાશિમાં પ્રવેશ કરશે. ચંદ્ર લગભગ અઢી દિવસે રાશિ બદલે છે, તેથી આ યોગનો પ્રભાવ લગભગ એક અઠવાડિયા સુધી રહી શકે છે.

ગજકેસરી રાજયોગ કેવી રીતે બને?

જ્યારે ગુરુ અને ચંદ્રની યૂતિ થાય અથવા બંને એકબીજાથી કેન્દ્ર સ્થાન (1, 4, 7, 10મા ભાવ)માં હોય ત્યારે ગજકેસરી રાજયોગ બને છે. જો બંને ગ્રહ બળવાન હોય તો આ યોગ વધુ શક્તિશાળી બને છે અને ધન, બુદ્ધિ તથા સફળતાના યોગ વધે છે.

મિથુન રાશિ

તમારી કુંડળીમાં ગુરુ અને ચંદ્રની યૂતિ લગ્ન ભાવમાં બનવાથી ગજકેસરી રાજયોગ રચાઈ રહ્યો છે. આ સમય આત્મવિશ્વાસ વધારશે અને જીવનના વિવિધ ક્ષેત્રોમાં સકારાત્મક પરિણામ આપશે. નોકરી અને વ્યવસાયમાં લાભ મળશે. વાણીમાં મીઠાશ આવશે અને સમાજમાં માન-સન્માન વધશે. આવકના નવા સ્ત્રોત મળી શકે છે.

મકર રાશિ

આ રાશિ માટે આ યોગ છઠ્ઠા ભાવમાં બની રહ્યો છે, જે નોકરી, સેવા, શત્રુ અને સ્વાસ્થ્ય સાથે જોડાયેલ છે. નોકરીમાં લાભ, નવી તક અથવા સકારાત્મક બદલાવ જોવા મળી શકે છે. જૂની સમસ્યાઓથી રાહત મળશે. આરોગ્યમાં સુધારો શક્ય છે, પરંતુ આહાર અને નિયમિતતા જરૂરી રહેશે. આર્થિક સ્થિતિ મજબૂત બનશે.

કુંભ રાશિ

આ રાશિ માટે ગજકેસરી રાજયોગ પંચમ ભાવમાં બની રહ્યો છે, જે બુદ્ધિ, શિક્ષણ, સંતાન, પ્રેમ અને રોકાણ સાથે જોડાયેલ છે. આર્થિક સ્થિતિમાં ઝડપથી સુધારો થશે. બચત વધશે અને આવકના નવા સ્ત્રોત ઉભા થશે. ખાસ કરીને ઑનલાઇન અથવા ડિજિટલ કાર્ય સાથે જોડાયેલા લોકોને લાભ મળી શકે છે. વિદ્યાર્થીઓ માટે સમય અનુકૂળ છે અને સ્પર્ધાત્મક પરીક્ષામાં સફળતા મળી શકે છે. 

આ પણ વાંચો: Mangal Gochar 2026: મંગળનું કુંભ રાશિમાં ગોચર, આ રાશિને લાગશે જેકપોટ!

(Disclaimer: આ સમાચારમાં આપવામાં આવેલી માહિતી ધાર્મિક માન્યતાઓ અને સામાન્ય માહિતી પર આધારિત છે. (sandesh news) સંદેશ ન્યૂઝ આની પુષ્ટિ કરતું નથી.)