મહત્વનું છે કે જ્યોતિષશાસ્ત્રમાં ગુરુનું ગોચર ખૂબ જ ખાસ માનવામાં આવે છે. જ્યારે પણ ગુરુ પોતાની ગતિ બદલે છે ત્યારે તેનો પ્રભાવ લોકોના જીવન પર પડે છે. પંચાંગ મુજબ ગુરુ 18 ઓક્ટોબરે કર્ક રાશિમાં પ્રવેશ કરે છે અને 5 ડિસેમ્બર સુધી ત્યાં રહેશે. આ ગોચરને કારણે ગુરુ દરરોજ એક યા બીજા ગ્રહ સાથે શુભ અને અશુભ રાજયોગ બનાવે છે.

ક્યારે બનશે ગજકેસરી યોગ ?

10 નવેમ્બરે, ગુરુ ચંદ્ર સાથે સંયોગ કરીને ગજકેસરી યોગ બનાવશે. 10 તારીખે બપોરે 1:02 વાગ્યે ચંદ્ર કર્ક રાશિમાં પ્રવેશ કરશે, જેનાથી ગજકેસરી યોગ બનશે. ગુરુ કર્ક રાશિમાં પ્રવેશ કરીને હંસ મહાપુરુષ રાજયોગ બનાવી ચૂક્યો છે. તો ચાલો જાણીએ કે આ બે શુભ રાજયોગોથી કઈ રાશિઓને લાભ થશે.

મેષ રાશિ

10 નવેમ્બરે બનવા જઈ રહેલો ગજકેસરી યોગ મેષ રાશિ માટે સુવર્ણ યુગની શરૂઆત કરશે. વ્યવસાયમાં લાભની શક્યતાઓ છે. તમે નવો પ્રોજેક્ટ શરૂ કરી શકો છો. આ સમય આ લોકો માટે ખૂબ જ શુભ સંકેતો લઈને આવે છે. તેમની આર્થિક સ્થિતિ મજબૂત થઈ શકે છે. તમને કાર્યસ્થળ પર ઉચ્ચ અધિકારીઓનો સહયોગ મળશે. પરિવારમાં કોઈ સારા સમાચાર આવી શકે છે. પૈસા કમાવવાના નવા રસ્તા ખુલશે.

કર્ક રાશિ

ગજકેસરી યોગ બનવાથી કર્ક રાશિના લોકોનું ભાગ્ય ચમકવા લાગશે. તેમની સામાજિક સ્થિતિ સુધરશે.તેમને મોટી જવાબદારી મળી શકે છે. લાંબા ગાળાની મહેનતથી સકારાત્મક પરિણામો મળશે. નોકરી કરનારાઓને ફાયદો થશે. તેમની આવકમાં વધારો જોવા મળશે જેનાથી તેમની આર્થિક સ્થિતિમાં સુધારો થશે. કામમાં પણર પ્રમોશનની મળવાની શક્યતા છે.


વૃશ્ચિક રાશિ

લાંબા સમયથી ચાલી આવતી નાણાકીય અને માનસિક સમસ્યાઓ દૂર થશે. તમારી આર્થિક સ્થિતિમાં સુધારો થવાના સંકેતો છે. કોઈપણ અધૂરું કામ પૂર્ણ થઈ શકે છે. આ સમય મિલકત અથવા સંપત્તિમાં રોકાણ કરવા માટે ખૂબ જ અનુકૂળ રહેશે. કારકિર્દીમાં ઉન્નતિ અને નવા પ્રોજેક્ટ શરૂ કરવાની તકો મળશે. આર્થિક રીતે ફાયદાકારક પરિસ્થિતિઓ ઊભી થશે. પરિવારમાં સારા સમાચાર અથવા શુભ ઘટનાની પણ શક્યતા છે.

(Disclaimer- આ લેખમાં આપેલી કોઈપણ માહિતીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની ખાતરી આપવામાં આવતી નથી. આ માહિતી જ્યોતિષીઓ, પંચાંગ, માન્યતાઓ અથવા ધાર્મિક ગ્રંથો જેવા વિવિધ સ્ત્રોતોમાંથી એકત્રિત કરીને તમારા સુધી પહોંચાડવામાં આવી છે. અમારો ઉદ્દેશ્ય ફક્ત માહિતી પહોંચાડવાનો છે. અમે એટલે કે સંદેશ ન્યૂઝ ડિઝિટીલ ખાતરી આપી શકતા નથી કે તે સાચું અને સાબિત થયું છે. )