22 જુલાઈએ સવારે ચંદ્ર મિથુન રાશિમાં પ્રવેશ્યો છે. આ ગોચર દરમિયાન, ચંદ્રનો મિથુન રાશિમાં પહેલાથી જ હાજર ગુરુ સાથે યુતિ થઈ છે, જેના કારણે ગજકેસરી યોગ બન્યો છે, જે વૈદિક જ્યોતિષમાં અત્યંત શુભ માનવામાં આવે છે. ગજકેસરી યોગ એક શક્તિશાળી યોગ છે, જે શાણપણ, સમૃદ્ધિ, ખ્યાતિ અને આધ્યાત્મિક ઉન્નતિનું પ્રતીક છે. આ યોગ કેટલીક રાશિઓ માટે ખાસ ફાયદાકારક સાબિત થશે, જે તેમના જીવનમાં સકારાત્મક પરિવર્તન લાવશે.

ચંદ્ર અને ગુરુ એક જ રાશિમાં એકબીજા સાથે યુતિ અથવા દ્રષ્ટિ યુતિ બનાવે છે ત્યારે ગજકેસરી યોગ રચાય છે. મિથુન રાશિમાં ચંદ્ર અને ગુરુની યુતિ આ વખતે ગજકેસરી યોગ બનાવી રહ્યો છે. ચંદ્ર મન, ભાવનાઓ અને સંવેદનશીલતાનો કારક છે, જ્યારે ગુરુ જ્ઞાન, સમૃદ્ધિ અને આધ્યાત્મિકતાનું પ્રતીક છે. મિથુન રાશિનો સ્વામી બુધ છે.

મિથુન રાશિ

ચંદ્ર અને ગુરુનો યુતિ તમારા લગ્ન ભાવમાં થઇ છે, જે ગજકેસરી યોગને તમારા વ્યક્તિત્વ અને આત્મવિશ્વાસ માટે અત્યંત શુભ બનાવશે. પ્રેમ અને પારિવારિક સંબંધો પણ મધુર બનશે. આ સમયે તમારી યોજનાઓને અમલમાં મૂકવા અને નેટવર્કિંગ પર ધ્યાન કેન્દ્રિત કરો. નાણાકીય લાભ થશે. મહેનતનું પરિણામ મળશે. સફળતાનો સાથ મળશે.

કન્યા રાશિ

આ ગજકેસરી યોગથી તમારી નેતૃત્વ કુશળતા અને નિર્ણય શક્તિમાં વધારો થશે. આનાથી સાથીદારો અને વરિષ્ઠ લોકો તમારી પ્રશંસા કરશે. આ સમય તમારા કારકિર્દીના લક્ષ્યોને પ્રાપ્ત કરવા અને સામાજિક પ્રતિષ્ઠા વધારવા માટે અનુકૂળ છે. કાર્યમાં સફળ થવાનો યોગ છે.

તુલા રાશિ

તુલા રાશિના નવમા ભાવમાં ગજકેસરી યોગ બનશે, આ સમય દરમિયાન તમને લાંબી મુસાફરી, વિદેશ સંપર્કો અથવા ઉચ્ચ શિક્ષણની તકો મળી શકે છે. આ સમયે તમારી બૌદ્ધિક અને આધ્યાત્મિક ક્ષમતાઓ તેમના શિખર પર રહેશે. કાર્યસ્થળમાં પણ નવી શક્યતાઓ સર્જાશે અને તમારી યોજનાઓ સફળ થશે. 


(Disclaimer: આ સમાચારમાં આપવામાં આવેલી માહિતી ધાર્મિક માન્યતાઓ અને સામાન્ય માહિતી પર આધારિત છે. (sandesh news) સંદેશ ન્યૂઝ આની પુષ્ટિ કરતું નથી. )