પંચાંગ મુજબ 8 જૂનના રોજ દેવગુરુ બૃહસ્પતિ અને શુક્ર ગ્રહની યુતિ કર્ક રાશિમાં થવા જઈ રહી છે, જેના કારણે અત્યંત શુભ માનવામાં આવતો ગજલક્ષ્મી રાજયોગ બનશે. આ રાજયોગ ધન, વૈભવ, સુખ-સુવિધા, કરિયર પ્રગતિ અને સામાજિક પ્રતિષ્ઠા સાથે જોડાયેલો માનવામાં આવે છે.
આ રાજયોગનો પ્રભાવ તમામ રાશિઓ પર પડશે, પરંતુ કર્ક, સિંહ અને કન્યા રાશિના જાતકો માટે આ સમય ખાસ શુભ સાબિત થઈ શકે છે. આ લોકોને કરિયર અને વ્યવસાયમાં મોટી પ્રગતિ મળી શકે છે.
8 જૂનના રોજ શુક્ર ગ્રહ સાંજે 5 વાગ્યાને 43 મિનિટે કર્ક રાશિમાં પ્રવેશ કરશે, જ્યાં પહેલેથી જ ગુરુ બૃહસ્પતિ હાજર છે. આ બંને ગ્રહોની યુતિથી ગજલક્ષ્મી રાજયોગ બનશે.
ગજલક્ષ્મી રાજયોગ કેવી રીતે બને છે?
વૈદિક જ્યોતિષમાં જ્યારે ધન, સુખ અને સમૃદ્ધિના કારક ગુરુ અને શુક્ર શુભ સ્થિતિમાં એકસાથે આવે અથવા એકબીજાને શુભ દ્રષ્ટિ આપે ત્યારે ગજલક્ષ્મી રાજયોગ બને છે. ગુરુ ગ્રહ જ્ઞાન, ભાગ્ય અને ધનના કારક છે, જ્યારે શુક્ર વૈભવ, પ્રેમ, ભૌતિક સુખ અને વૈભવી જીવનના કારક માનવામાં આવે છે. આ બંને ગ્રહોની યુતિ જીવનમાં આર્થિક મજબૂતી અને સફળતાના નવા અવસર લાવનારી માનવામાં આવે છે.
કર્ક રાશિ પર ગજલક્ષ્મી રાજયોગનો પ્રભાવ
ગુરુ અને શુક્રની યુતિ તમારી જ રાશિમાં બનવાને કારણે આત્મવિશ્વાસમાં વધારો થઈ શકે છે. ઘણા સમયથી અટકેલા કામ પૂર્ણ થવાની સંભાવના રહેશે. નોકરીયાત લોકોને નવી જવાબદારી અથવા પ્રમોશન મળી શકે છે. વેપારમાં સારો લાભ થવાની શક્યતા છે. પરિવારમાં સુખ-શાંતિ રહેશે અને આર્થિક સ્થિતિ વધુ મજબૂત બનશે.
સિંહ રાશિ પર ગજલક્ષ્મી રાજયોગનો પ્રભાવ
સિંહ રાશિના જાતકો માટે આ રાજયોગ વિદેશ, રોકાણ અને કરિયર સંબંધિત બાબતોમાં શુભ પરિણામ આપી શકે છે. આ સમય દરમિયાન આવકના નવા સ્ત્રોત ઉભા થઈ શકે છે અને અચાનક ધનલાભ થવાની શક્યતા છે. માનસિક તણાવમાં ઘટાડો થશે અને સામાજિક માન-સન્માનમાં વધારો થશે. નોકરી શોધી રહેલા લોકોને નવી નોકરી મળી શકે છે.
કન્યા રાશિ પર ગજલક્ષ્મી રાજયોગનો પ્રભાવ
કન્યા રાશિના જાતકો માટે આ સમય કરિયર ક્ષેત્રે ખૂબ જ સકારાત્મક પરિણામ આપનારો બની શકે છે. કારણ કે આ રાજયોગ તમારી રાશિથી આવક અને લાભ સ્થાને બની રહ્યો છે. જૂના રોકાણમાંથી લાભ મળી શકે છે અને આવકના નવા સ્ત્રોત ઉભા થઈ શકે છે. જે લોકો નોકરી બદલવાનો વિચાર કરી રહ્યા છે તેમને સારા અવસર મળી શકે છે. વ્યવસાયમાં પણ નફો અને પ્રગતિ થવાની સંભાવના છે.
આ પણ વાંચો: Trigrahi Yog 2026: મિથુન રાશિમાં ગ્રહોનું મિલન, આ રાશિના પ્રગત્તિના દ્વાર ખુલશે
(Disclaimer: આ સમાચારમાં આપવામાં આવેલી માહિતી ધાર્મિક માન્યતાઓ અને સામાન્ય માહિતી પર આધારિત છે. (sandesh news) સંદેશ ન્યૂઝ આની પુષ્ટિ કરતું નથી.)