ગણેશ વિસર્જન અલગ અલગ દિવસો પર કરવામાં આવે છે. કોઇ દોઢ દિવસે કરે તો કોઇ 3 દિવસે તો કોઇ 5 દિવસે. ત્યારે ગણેશોત્સવના પાંચ દિવસ રવિવારે થાય છે. ત્યારે જે લોકો પાંચ દિવસે વિસર્જન કરે છે તેમણે જાણવુ જરૂરી છે કે કયા સમયે વિસર્જન કરવુ. વિસર્જન પણ શુભ સમયે કરવુ જરૂરી છે. ગણેશજીનુ વિસર્જન પણ વિધિ વિધાનથી કરવામાં આવે છે.ત્યારે જ પૂજાનું શુભ ફળ પ્રાપ્ત થાય છે. ગણેશ વિસર્જન અનંત ચતુર્દશીએ પણ કરવામાં આવે છે.
કયા મુહૂર્તમાં કરશો વિસર્જન ?
- સવારનું મુહૂર્ત (ચલ,લાભ,અમૃત) - સવારે 07:34 થી 12:21 સુધી
- બપોરનું મુહૂર્ત (શુભ) - બપોરે 01:57 થી 03:32 સુધી
- સાંજનું મુહૂર્ત (શુભ, અમૃત, ચાર) - રાત્રે 06:44 થી 10:57 સુધી
- રાત્રિનું મુહૂર્ત (લાભ) - 1 સપ્ટેમ્બર 2025 ના રોજ બપોરે 01:46 થી 03:10 સુધી
- ઉષાકાલ મુહૂર્ત (શુભ) - 1 સપ્ટેમ્બર 2025 ના રોજ સવારે 04:35 થી 05:59 સુધી
જાણો ગણેશ વિસર્જનની વિધિ
- સવારે સ્નાન કર્યા પછી, ગણેશજીનું ધ્યાન કરો અને પૂજા સ્થાનને સાફ કરો.
- ઉંબરે સ્વચ્છ પીળા કે લાલ કપડુ મૂકીને સ્વસ્તિક બનાવો. ચોખા રાખો.
- વિસર્જન પહેલાં ગણપતિની છેલ્લી પૂજા કરો,
- ગણેશજીને સ્નાન કરાવો, તેમને નવા કપડાં પહેરાવો અને કુમકુમ તિલક લગાવો.
- દૂર્વા, ફૂલો, મોદક અને લાડુ અર્પણ કરો.
- "ૐ ગં ગણપતયે નમઃ" જેવા ગણેશ મંત્રોનો જાપ કરો અને ગણેશ સ્તોત્રનો પાઠ કરો.
- પરિવારના બધા સભ્યો સાથે ગણેશજીની આરતી કરો.
- મૂર્તિને પાણીમાં વિસર્જન કરતા પહેલા "ગણપતિ બાપ્પા મોર્યા, આવતા વર્ષે તમે જલ્દી આવો"
ખાસ ધ્યાન રાખો કે ગણેશજીનું વિસર્જન સૂર્યાસ્ત પછી ન થાય. ધાર્મિક દ્રષ્ટિકોણથી આ કાર્ય શુભ માનવામાં આવતું નથી. આ દિવસે શુભ સમય જોયા પછી જ વિસર્જન કરવું જોઈએ.