ગૌરી વ્રત દર વર્ષે અષાઢ મહિનાના શુક્લ પક્ષની એકાદશી તિથિથી શરૂ થાય છે અને પૂર્ણિમા તિથિએ સમાપ્ત થાય છે. એટલે કે, આ વ્રત 6 જુલાઈથી શરૂ થઈને 10 જુલાઈના રોજ સમાપ્ત થશે. 6 જુલાઇથી ગૌરીવ્રત મોળાકતનો પ્રારંભ થશે. 5 દિવસ કુમારીકાઓ મોળાકત વ્રત કરે છે. 5મા દિવસે સાંજે પૂજા કરી આખીરાત જાગરણ કરે છે. મીઠા વગરનુ (અલુણુ) એકટાણુ જમીને વ્રત કરે. કોડભરી કન્યાઓ મનગમતો વર મેળવવા આ વ્રત કરે છે. પાંચ વર્ષથી તેર વર્ષની કન્યાઓ કરે આ વ્રત, ગૌરીવ્રતમાં ગોરમાની કરે પૂજા. જુવારા વાવી માતાજીની કરે ઉપાસના


ગોરમા એટલે માતા પાર્વતીનું સ્વરૂપ

માતા ગૌરીની થાય પૂજા અર્ચના ગૌરી વ્રત વિશેષ રીતે કોડભરી કન્યાઓ માતા ગૌરીની ઉપાસના કરે છે. માતા પાર્વતીએ શિવજીને પ્રાપ્ત કરવા આ વ્રત કર્યુ હતુ ત્યારથી આજ સુધી કુવારી કન્યાઓ આ વ્રત કરે છે. મનગમતો ભરથાર મેળવવા દરેક કન્યાઓ ખાસ કરીને ગુજરાતમાં આ વ્રત કરવામાં આવે છે. માતા પાર્વતીની માટીની મૂર્તિ બનાવી તેમની પૂજા કરવામાં આવે છે.

ગૌરી વ્રત પર આ વખતે ખુબજ શુભ યોગ

રવિવારે ત્રિપુષ્કર યોગ, રવિ યોગ ભદ્રાનો સાયો રહેશે. 2 યોગની સાથે વિશાખા અને ઉત્તરફાલ્ગુની, ઉતરષાઢા અને પૂર્વભાદ્રપદ, પુનર્વસુ કે કૃતિકા નક્ષત્ર હોય તો રવિયોગની રચના થાય છે. ગૌરી વ્રત ખુબજ નાની ઉમરથી કન્યાઓને વ્રત ઉપવાસ કરવાની અને ભક્તિ કરવાની તક આપે છે.

ગૌરીવ્રત દરમિયાન કન્યા આ ગીત ગાય છે....

ગોરમા રે ગોરમા રે સસરો દેજો સવાદિયા,

તમે મારી ગોરમા છો!

ગોરમા રે ગોરમા રે સાસુદેજો ભુખાળવા,

તમે મારી ગોરમા છો!

ગોરમા રે ગોરમા રે કંથ દેજો કહ્યાગરો

તમે મારી ગોરમા છો!

ગોરમા રે ગોરમા રે નણંદ દેજો સહેલડી

તમે મારી ગોરમા છો!

ગોરમા રે ગોરમા રે દેરાણી જેઠાણીના જોડલાં

તમે મારી ગોરમા છો!

ગોરમા રે ગોરમા રે દેર ને જેઠ બે ઘોડલે

તમે મારી ગોરમા છો!

ગોરમા રે ગોરમા રે ભગરી ભેંસના દૂઝણાં

તમે મારી ગોરમા છો!

ગોરમા રે ગોરમા રે કાઠા તે ઘઉંની રોટલી

તમે મારી ગોરમા છો!

ગોરમા રે ગોરમા રે મહીં રે માવળીયો ગોળ

તમે મારી ગોરમા છો!

  • Follow us on: