જો રત્નો ખોટી રીતે અથવા નિયમોની અવગણના કરીને પહેરવામાં આવે, તો લાભના બદલે નુકસાન પણ થઈ શકે છે. તેથી રત્ન ધારણ કર્યા પછી કેટલીક મહત્વની બાબતોનું ખાસ ધ્યાન રાખવું જરૂરી છે.
સલાહ વિના રત્ન બદલો કે ઉતારો નહીં
ઘણા લોકો થોડા સમય બાદ જ રત્ન ઉતારી દે છે અથવા બીજું રત્ન પહેરી લે છે. આવું કરવું અશુભ માનવામાં આવે છે. રત્ન હંમેશાં યોગ્ય જ્યોતિષાચાર્યની સલાહથી જ ઉતારવા કે બદલવા જોઈએ, નહીં તો ગ્રહોની નકારાત્મક અસર વધી શકે છે.
રત્ન પહેરીને માંસાહાર કે નશીલી વસ્તુઓનું સેવન
રત્નો ગ્રહોની ઊર્જાને સક્રિય કરે છે. તેથી રત્ન ધારણ કર્યા પછી માંસાહાર, દારૂ કે અન્ય નશીલી વસ્તુઓથી દૂર રહેવું જરૂરી છે. આવા સેવનથી રત્નનો શુભ પ્રભાવ ઘટી શકે છે.
અશુદ્ધ અવસ્થામાં રત્ન ધારણ કરવું
સ્નાન કર્યા વિના, અપવિત્ર અવસ્થામાં અથવા ખોટા દિવસે રત્ન પહેરવું નુકસાનકારક બની શકે છે. રત્ન હંમેશાં શુભ મુહૂર્ત, યોગ્ય ધાતુ અને નક્કી કરેલા દિવસે જ ધારણ કરવા જોઈએ.
તૂટેલું અથવા ગંદું રત્ન પહેરવું
જો રત્નમાં તિરાડ પડે, તેનો રંગ ફીકો પડે અથવા તે તૂટી જાય, તો તેને તરત ઉતારી લેવું જોઈએ. તૂટેલું અથવા બગડેલું રત્ન પહેરવું અશુભ સંકેત માનવામાં આવે છે.
રત્ન અન્ય વ્યક્તિને પહેરવા આપવું
તમારૂ રત્ન તમારી ઊર્જા સાથે જોડાયેલો હોય છે. તેથી કોઈ બીજાને તમારો રત્ન પહેરવા આપવો કે વારંવાર સ્પર્શ કરવા દેવો શુભ માનવામાં આવતું નથી. આથી રત્નની શક્તિ પર નકારાત્મક અસર પડી શકે છે.
રત્નો ત્યારે જ લાભદાયક સાબિત થાય છે જ્યારે તેમને યોગ્ય નિયમો અને સંયમ સાથે ધારણ કરવામાં આવે. થોડી બેદરકારી પણ મોટા નુકસાનનું કારણ બની શકે છે.
આ પણ વાંચો: Shani Ast 2026 : શું 2026માં શનિનું અસ્ત થવુ વિનાશ નોતરશે? જાણો ક્યા સેક્ટર પર સૌથી વધુ અસર થશે
(Disclaimer: આ સમાચારમાં આપવામાં આવેલી માહિતી ધાર્મિક માન્યતાઓ અને સામાન્ય માહિતી પર આધારિત છે. (sandesh news) સંદેશ ન્યૂઝ આની પુષ્ટિ કરતું નથી.)