વૈદિક જ્યોતિષમાં રાહુ ગ્રહને કઠોર વાણી, મુસાફરી, ચોરી ત્વચા રોગ, ધાર્મિક કાર્યનો કારક માનવામાં આવે છે. રાહુ ગ્રહનો રત્ન ગોમેદ હોય છે. ગોમેદ પહેરવાથી કુંડળીમાં રાહુ ગ્રહની સ્થિતિ મજબૂત થાય છે. આનાથી આકસ્મિક લાભ થશે. છાયા ગ્રહને મજબૂત કરવા ગોમેદ પહેરવાથી થશે લાભ.

આ રાશિ માટે શુભ છે ગોમેદ

ગોમેદ રત્નને વૃષભ, મિથુન,કન્યા અને તુલા તેમજ કુંભ રાશિના જાતકો ધારણ કરી શકે છે. આ ગ્રહ રાશિનો સ્વામી રાહુ ગ્રહ સાથે મિત્રતાનો ભાવ છે. સાથે કુંડળીમાં રાહુ ગ્રહ જો છઠ્ઠા અને આઠમા ભાવે બીરાજમાન હોય તો ગોમદ ધારણ કરવાથી લાભ થશે.

ગોમેદ સાથે માણેક અને મોતી પહેરવાનું ટાળવું જોઈએ.

ગોમેદ પહેરવાના ફાયદા

ગોમેદ પહેરનાર વ્યક્તિ પોતાના વિચારને સકારાત્મક બનાવે છે. ગોમેદ પહેરવાથી માનસિક તણાવ, ચિંતા અને હતાશા ઓછી થાય છે, અને મનને શાંતિ અને સ્થિરતા મળે છે. નિર્ણય લેવામાં પણ સફળતા મળે છે. શેરબજાર, સટ્ટાબાજી અને લોટરીમાં પૈસા રોકાણ કરનારાઓ માટે ગોમેદ પહેરવું શુભ હોઈ શકે છે. રાજકારણ સાથે સંકળાયેલા લોકો માટે પણ ગોમેદ રત્ન શુભ છે. ગોમેદ પહેરીને કારકિર્દી, વ્યવસાય અને અન્ય ક્ષેત્રોમાં સફળતા અને સમૃદ્ધિ પ્રાપ્ત કરવામાં મદદ મળે છે.

આ રીતે પહેરો

ગોમેદ રત્ન બજારમાં ઘણા ગુણોમાં ઉપલબ્ધ છે. ઉપરાંત, ગોમેદ રત્ન બજારમાંથી 7 થી 8.25 રત્તીમાં ખરીદવો જોઈએ. ગોમેદ અષ્ટધાતુ અથવા ચાંદીની ધાતુમાં પહેરી શકાય છે. શનિવારે સ્વાતિ, આર્દ અને શતાભિષા નક્ષત્રમાં ગોમેદ પહેરવાનું શુભ રહે છે. આ વીંટીને પહેરતા પહેલા કાચા ગાયના દૂધ અને ગંગાજળથી શુદ્ધ કરી. આ પછી, ઓમ રામ રવે નમઃ મંત્રની માળાનો જાપ કરો અને તેને મધ્યમ આંગળી પર ધારણ કરો. તેમજ, અંતમાં, રાહુ સંબંધિત વસ્તુઓનું દાન કરો.