શુક્ર અને ગુરૂની યુતિથી ખુબજ પ્રભાવશાળી ગજલક્ષ્મી રાજયોગ રચાયો છે. કર્કમાં બુધ અને સૂર્યની યુતિથી બુધાદિત્ય યોગ કેટલીક રાશિને સુખ આપશે. શનિ મીન રાશિમાં રહીને કેટલીક રાશિ પર વિશેષ કૃપા દર્શાવશે. શવિદેવ કઇ રાશિ પર થશે મહેરબાન જાણીએ વિસ્તારથી.


વૃષભ રાશિ

વૃષભ રાશિમાટે આગામી સમય શુભ રહેશે. તમારા કામ ફટાફટ થવા લાગશે. ચંદ્રમાં આર્થિક સ્થિરતા લાવશે. પરિવાર સાથેના સંબંધો મધુર રહેશે. શુક્રનો મિથુન રાશિમાં પ્રવેશ અને ગુરૂ સાથે યુતિ ગજલક્ષ્મી રાજયોગ જે ખુબજ શુભ યોગનું નિર્માણ કરશે. શવિદેવની કૃપાથી તમારા દરેક કાર્ય થવા લાગશે. તમને અનેક જગ્યાએ સફળતા મળશે.

સિંહ રાશિ

સિંહ રાશિ માટે આગામી સમય ખુબ સારો રહેશે. શનિદેવના વિશેષ આશિર્વાદથી તમારા અટકેલા કામ થવા લાગશે. આધ્યાત્મિક ચિંતન અને આત્મનિરીક્ષણ માટે આ સમય અનુકુળ છે. ચંદ્રમાં પહેલા ભાવમાં સિંહ રાશિમાં મંગળ-કેતુ સાથે યુતિ બનાવશે, જેનાથી ઉર્જામાં વધારો થશે. ખુબજ પ્રભાવશાળી ગજલક્ષ્મી રાજયોગથી સામાજીક અને આર્થિક લાભ થશે. સામાજીક નૈતૃત્વનો વિસ્તાર થશે. ધનલાભની સંભાવના થશે.

તુલા રાશિ

તુલા રાશિને ચંદ્રમાં પ્રગત્તિ અને માન-સન્માનમાં વૃદ્ધિ થશે. ચંદ્રમાં નવમાં ભાવમાં સિંહ રાશિમાં મંગળ-કેતુ સાથે યુતિ બનાવશે. ભાગ્યનો સાથ મળશે. અટવાયેલા નાણા પરત મળશે. જીવનમાં પ્રગત્તિ થાય. રોકાણથી લાભ થશે. આવકમાં વૃદ્ધિ થશે. શુક્ર અને ગુરૂની યુતિથી વિદેશ જવાના યોગ બનશે. સામાજીક સન્માન વધશે. રચનાત્મક કાર્ય કરી શકશો. ભાગીદારીથી લાભ થશે. 

(Disclaimer: આ સમાચારમાં આપવામાં આવેલી માહિતી ધાર્મિક માન્યતાઓ અને સામાન્ય માહિતી પર આધારિત છે. (sandesh news) સંદેશ ન્યૂઝ આની પુષ્ટિ કરતું નથી.

  • Follow us on: