શનિદેવ ન્યાય પ્રિય દેવતા છે ક્રમ અનુસાર ફળ આપનાર સૂર્ય પુત્ર જો સાથ આપે તો જાતકની તમામ મુશ્કેલી દૂર થાય છે. જે લોકોની કુંડળીમાં શનિ દેવની સ્થિતિ ખરાબ છે તેમને સાડાસાતી અને ઢૈય્યા એટલે કે પનોતી અને નાની પનોતી નડે છે. શનિદેવની મહાદશાથી જાતકોને વારંવાર મુશ્કેલી નડે છે.
શનિગ્રહ જો કુંડળીમાં નબળા હોય તો માનસિક તાણ, અજંપો, ચિંતા, ગુસ્સો, આર્થિક સંકટ અને વારંવાર માન સન્માનમાં ઘટાડો જોવા મળે છે
શનિગ્રહ જો કુંડળીમાં નબળા હોય તો માનસિક તાણ, અજંપો, ચિંતા, ગુસ્સો, આર્થિક સંકટ અને વારંવાર માન સન્માનમાં ઘટાડો જોવા મળે છે. શાસ્ત્રોમાં શનિદિવ કુંડળીમાં નબળા હોય તો અનેક ઉપાય દર્શાવ્યા છે જેનાથી તમે મુશ્કલી દૂર કરી શનિદેવને પ્રસન્ન કરી શકો છો.
અશુભ ફળ શનિદેવ આપે છે આ લક્ષણથી દેખાય
જીવનમાં ભયંકર સંઘર્ષ રહે. કોર્ટ-કચેરીથી છુટકારો મળશે. પરિવારમાં ક્લેશ રહે છે. શંકા-કુશંકાથી જીવન ડામાડોળ રહે છે. આત્મવિશ્વાસમાં સતત ઘટાડો જોવા મળે છે. આર્થિક સંકટ ઘેરી લે છે. જે કામ કરો તેમાં નિષ્ફળતા મળે છે.
આ ઉપાય કરી લો
જીવનમાં આવેલી મુશ્કેલીને દૂર કરવા હનુમાનજીની પૂજા કરો. હનુમાનજીની પૂજા કરનાર પર શનિદેવ મહેરબાન થાય છે. હનુમાન ચાલીસાના પાઠ કરવાથી મહાદશાથી છુટકારો મળે છે.
નિયમિત કરો શિવ આરાધના
શિવજી પર રોજ અભિષેક કરવાથી શનિમહાદશા દૂર થાય છે.
શનિદેવની કરો પૂજા
શનિદેવને દર શનિવારે તેલ અર્પણ કરવાથી શનિદેવનો પ્રકોપ ઓછો થાય છે. પ્રતિદિન ॐ શં શનૈશ્ચરાયે નમ: મંત્રનો જાપ કરવો જોઇએ. આનાથી ગમે તેવી ગ્રહ દશા હશે દૂર થશે. કાળા તલ અને લોખંડની વસ્તુઓનું દાન કરો કાળા તલ અને લોખંડની વસ્તુઓ દાન કરવાથી શનિમહાદશા દૂર થવા લાગે છે. કાળા કપડા અને લોખંડનું પાત્ર દાન કરવાથી શનિદેવ ખુબ જ પ્રસન્ન રહે છે. શનિદેવને સરસવનું તેલ ખુબ પ્રિય છે શનિદેવને આંકડાની માળા દર શનિવારે અને મંગળવારે ચડાવવી તેમજ કાળા અડદમાં સિંદૂર અને તેલ ભેળવી શનિદેવ પર અભિષેક કરવાથી જીવનની તમામ સમસ્યાઓ દૂર થવા લાગે છે.