આ ગ્રહ ખૂબ જ ધીમી ગતિથી ચાલે છે અને લાંબા સમય સુધી એક જ રાશિમાં રહે છે. ધાર્મિક જ્યોતિષમાં પ્લૂટોને છુપાયેલી શક્તિઓ, અંત પછી નવી શરૂઆત, નિયંત્રણ અને આંતરિક શક્તિનું પ્રતીક માનવામાં આવે છે.
ઉત્તરષાઢા નક્ષત્રને જ્યોતિષમાં લાંબા ગાળાની સફળતા, શિસ્ત, નેતૃત્વ ક્ષમતા અને વિજયનું પ્રતીક માનવામાં આવે છે. તેથી આ નક્ષત્રમાં પ્લૂટોનું ગોચર ખૂબ જ પ્રભાવશાળી માનવામાં આવે છે. જ્યોતિષીય ગણતરી અનુસાર, 13 જુલાઈના રોજ થનારું આ ગોચર કેટલીક રાશિઓ માટે શુભ પરિણામ લઈને આવી શકે છે.
આ ગોચરના પ્રભાવથી કેટલીક રાશિના જાતકોના જીવનમાં નવા પરિવર્તન આવી શકે છે. કરિયર, આર્થિક સ્થિતિ અને વ્યક્તિગત જીવનમાં પ્રગતિના નવા માર્ગ ખુલવાની શક્યતા છે. ચાલો જાણીએ કઈ રાશિઓ માટે આ સમય શુભ સાબિત થઈ શકે છે.
મેષ રાશિ (Aries)
મેષ રાશિના જાતકો માટે પ્લૂટોનું ઉત્તરાષાઢા નક્ષત્રમાં ગોચર લાભદાયક સાબિત થઈ શકે છે. આ સમય દરમિયાન કાર્યક્ષેત્રમાં મોટા અને સકારાત્મક પરિવર્તન જોવા મળી શકે છે.
જો તમે ઘણા સમયથી નોકરી બદલવાનો વિચાર કરી રહ્યા છો અથવા નવો વ્યવસાય શરૂ કરવાની યોજના બનાવી રહ્યા છો, તો આ સમય અનુકૂળ બની શકે છે. કાર્યસ્થળ પર તમારી પ્રતિભા અને મહેનતની ઓળખ બની શકે છે.
તમારી નિર્ણય લેવાની ક્ષમતા વધશે અને નવી જવાબદારીઓ મળી શકે છે. સમાજમાં માન-સન્માન વધવાની શક્યતા છે. આત્મવિશ્વાસમાં વધારો થશે અને તમે તમારા લક્ષ્યોને પ્રાપ્ત કરવા માટે વધુ મજબૂત રીતે આગળ વધી શકશો.
સિંહ રાશિ (Leo)
સિંહ રાશિના જાતકો માટે પ્લૂટોનું આ નક્ષત્ર ગોચર ખૂબ જ શુભ માનવામાં આવે છે. આ સમય દરમિયાન ભાગ્યનો સંપૂર્ણ સહયોગ મળી શકે છે. તમારા ઘણા સમયથી અટકેલા કાર્યોમાં ગતિ આવી શકે છે. પૈતૃક સંપત્તિ અથવા જૂના રોકાણમાંથી લાભ મળવાની શક્યતા છે. જીવનમાં કોઈ નવી શરૂઆત કરવાની તક મળી શકે છે.
આ સમય દરમિયાન ઘર, જમીન અથવા વાહન ખરીદવાના યોગ બની શકે છે. આર્થિક સ્થિતિ મજબૂત બનશે અને જીવનમાં સ્થિરતા આવશે. કાર્યક્ષેત્રમાં તમારી સ્થિતિ વધુ મજબૂત થઈ શકે છે.
ધનુ રાશિ (Sagittarius)
ધનુ રાશિના લોકો માટે પ્લૂટોનું ગોચર ખૂબ જ શુભ પરિણામ આપી શકે છે. કરિયર ક્ષેત્રમાં પ્રગતિની નવી તકો મળી શકે છે. શિક્ષણ ક્ષેત્ર સાથે જોડાયેલા લોકોને મોટી સફળતા મળવાની સંભાવના છે. વિદ્યાર્થીઓ માટે આ સમય મહેનતનું સારું પરિણામ આપનાર બની શકે છે. આર્થિક સ્થિતિ પહેલાની સરખામણીએ વધુ સારી બની શકે છે.
આ પણ વાંચો : Grah Gochar: ઉચ્ચ રાશિમાં ગુરૂ સાથે સૂર્યની યુતિ, આ રાશિને મળશે મનગમતુ કાર્ય
(Disclaimer: આ સમાચારમાં આપવામાં આવેલી માહિતી ધાર્મિક માન્યતાઓ અને સામાન્ય માહિતી પર આધારિત છે. (sandesh news) સંદેશ ન્યૂઝ આની પુષ્ટિ કરતું નથી.)