મહીનાની શરૂઆતમાં એટલે કે 2 જૂનના રોજ દેવગુરુ બૃહસ્પતિ કર્ક રાશિમાં મહાગોચર કરશે. ત્યારબાદ 8 જૂને શુક્ર પણ કર્ક રાશિમાં પ્રવેશ કરશે. 22 જૂને બુધ પણ કર્ક રાશિમાં ગોચર કરશે. જ્યારે 15 જૂને સૂર્ય દેવ મિથુન રાશિમાં પ્રવેશ કરશે, જ્યાં તેમની યુતિ બુધ સાથે બનશે. 21 જૂને મંગળ વૃષભ રાશિમાં પ્રવેશ કરશે.
જૂન મહિનામાં ગ્રહોની આ અદભુત ચાલ ખૂબ જ ખાસ માનવામાં આવી રહી છે. જેના કારણે અનેક રાશિના લોકોના જીવનમાં ખુશીઓ આવશે. આત્મવિશ્વાસ અને માન-સન્માનમાં વધારો થશે. સાથે જ ઘણા લોકોને વેપારમાં પણ લાભ મળશે. તો ચાલો જાણીએ કે જૂનમાં થતા ગ્રહ ગોચરથી કઈ રાશિઓને વિશેષ લાભ મળશે.
વૃષભ રાશિ (Taurus)
વૃષભ રાશિના લોકો માટે જૂન મહિનો શાનદાર રહેશે. આત્મવિશ્વાસમાં જબરદસ્ત વધારો થશે. નોકરી કરતા લોકોને કાર્યસ્થળ પર નવી જવાબદારીઓ અથવા મોટો પ્રોજેક્ટ મળી શકે છે. વેપારીઓને નવા સંપર્કો મળશે જે ભવિષ્યમાં મોટો લાભ આપશે. આર્થિક મામલાઓમાં મોટી રાહત મળશે. આવકના નવા સ્ત્રોત ઉભા થશે. અટકેલા પૈસા પણ પાછા મળી શકે છે. પરિવારની જૂની સમસ્યાઓ દૂર થશે. ચિંતાઓમાંથી રાહત મળશે.
સિંહ રાશિ (Leo)
સૂર્ય અને મંગળનો શુભ પ્રભાવ આત્મબળને મજબૂત બનાવશે. આ મહિને કોઈ મોટી ખુશખબર મળી શકે છે. કાર્યક્ષેત્રમાં કરેલી મહેનતનું સારું પરિણામ મળશે. સમાજમાં માન-પ્રતિષ્ઠામાં વધારો થશે. નોકરીમાં સકારાત્મક બદલાવના યોગ છે. જમીન, મકાન અથવા નવું વાહન ખરીદવાનું સપનું પૂર્ણ થઈ શકે છે. સ્વાસ્થ્યમાં પણ સુધારો જોવા મળશે.
કર્ક રાશિ (Cancer)
દેવગુરુ બૃહસ્પતિ તમારી જ રાશીમાં ઉચ્ચના થવાના કારણે આ સમય ખૂબ કલ્યાણકારી રહેશે. દશમ ભાવમાં સૂર્યનો પ્રભાવ અને લગ્નમાં ગુરુની સ્થિતિને કારણે નોકરીમાં પ્રમોશન અને પગાર વધારો થવાના મજબૂત યોગ બનશે. આવકના વધારાના સ્ત્રોત ઉભા થશે. મહિના ના બીજા ભાગમાં કોઈ મોટી ખુશખબર મળી શકે છે. ધાર્મિક અને સામાજિક કાર્યોમાં રસ વધશે.
મિથુન રાશિ (Gemini)
જૂનમાં થતા ગ્રહ ગોચરથી મિથુન રાશિના લોકો માટે આર્થિક પ્રગતિના રસ્તા ખુલશે. બેંક બેલેન્સ અને બચતમાં વધારો કરવામાં સફળતા મળશે. અટકેલા અથવા ફસાયેલા પૈસા અચાનક મળી શકે છે. વેપારમાં પહેલેથી બનાવેલી યોજનાઓ હવે સફળ સાબિત થશે અને નફો આપશે. વૈવાહિક જીવનમાં મધુરતા આવશે અને સંતાન તરફથી સારા સમાચાર મળી શકે છે.
આ પણ વાંચો: Numerology: વિવાહ પછી અચાનક બદલાય આ મૂળાંકની કિસ્મત, જીવનમાં આવે પરિવર્તન
(Disclaimer: આ સમાચારમાં આપવામાં આવેલી માહિતી ધાર્મિક માન્યતાઓ અને સામાન્ય માહિતી પર આધારિત છે. (sandesh news) સંદેશ ન્યૂઝ આની પુષ્ટિ કરતું નથી.)