જ્યારે એક જ નક્ષત્રમાં અનેક ગ્રહો એકત્ર થાય છે, ત્યારે તેની અસર માનવ જીવન, કરિયર, ધન અને સંબંધો પર ઊંડો પ્રભાવ પાડે છે. શ્રવણ નક્ષત્રને જ્ઞાન, શીખ, સંવાદ અને પ્રગતિનું પ્રતિક માનવામાં આવે છે, તેથી અહીં ગ્રહોની ચોકડી બનવી ઘણી રાશિઓ માટે શુભ સંકેત લઈને આવી છે.
શ્રવણ નક્ષત્રમાં સૂર્ય, બુધ, શુક્ર અને મંગળની ચોકડી
શ્રવણ નક્ષત્રમાં સૂર્ય, બુધ, શુક્ર અને મંગળની ચોકડી રચાશે, શુક્ર અને બુધ ગ્રહ પહેલેથી જ આ નક્ષત્રમાં બીરાજમાન છે અને હવે 21 જાન્યુઆરીએ સૂર્ય અને 28 મંગળ આ નક્ષત્રમાં પહોંચશે આમ એક સાથે ચાર ગ્રહોની યુતિ રચાશે.
સૂર્ય, બુધ, શુક્ર અને મંગળની ઊર્જા એકસાથે સક્રિય થશે.
જ્યોતિષીઓ અનુસાર આ સમય દરમિયાન સૂર્ય, બુધ, શુક્ર અને મંગળની ઊર્જા એકસાથે સક્રિય થશે. સૂર્ય આત્મવિશ્વાસ અને નેતૃત્વ આપશે, બુધ બુદ્ધિ અને સંવાદ શક્તિ વધારશે, શુક્ર સુખ-સમૃદ્ધિ અને સંબંધોમાં મધુરતા લાવશે, જ્યારે મંગળ સ્થિરતા પ્રદાન કરશે. આ વિશેષ યોગનો લાભ ખાસ કરીને કુંભ, વૃષભ, કન્યા, તુલા, મકર અને મિથુન રાશિના જાતકોને વધુ મળશે.
કુંભ રાશિ માટે આ સમય કરિયરમાં પ્રગતિ અને નવી ઓળખ અપાવનારો રહેશે. કામ પર ફોકસ કરશો તો લાભ રહેશે. આવકમાં વૃદ્ધિ થશે, સફળતા મળશે આત્મવિશ્વાસમાં વધારો થશે.
વૃષભ અને કન્યા રાશિના જાતકોને આર્થિક લાભ, રોકાણમાં સફળતા અને વેપારમાં વિસ્તરણના યોગ બની રહ્યા છે.
તુલા રાશિ માટે પ્રેમ જીવન અને વૈવાહિક સંબંધોમાં સુધારો થશે, તેમજ સામાજિક પ્રતિષ્ઠા વધશે.
મકર રાશિના જાતકોને લાંબા સમયથી અટકેલા કાર્યોમાં સફળતા મળશે અને વરિષ્ઠ અધિકારીઓનો સહયોગ મળશે.
મિથુન રાશિ માટે આ સમય શિક્ષણ, લેખન, મીડિયા અને સંચાર સંબંધિત ક્ષેત્રોમાં ઉત્તમ પરિણામ આપશે. સ્વાસ્થ્યની દૃષ્ટિએ આ સમય સામાન્ય રહેશે, પરંતુ માનસિક રીતે સકારાત્મકતા વધશે.
આ પણ વાંચો: Shani Shukra Yuti 2026: શનિ-શુક્રનો પાવરફૂલ અર્ધકેન્દ્ર યોગ, 28 જાન્યુઆરીથી આ રાશિનો ભાગ્યોદય
(Disclaimer: આ સમાચારમાં આપવામાં આવેલી માહિતી ધાર્મિક માન્યતાઓ અને સામાન્ય માહિતી પર આધારિત છે. (sandesh news) સંદેશ ન્યૂઝ આની પુષ્ટિ કરતું નથી.)