આ વર્ષે, ગુરુ મિથુન રાશિમાં પ્રવેશતાની સાથે જ તે સામાન્ય ગતિથી બમણી ગતિથી આગળ વધશે. જેના કારણે તે ટૂંક સમયમાં કર્ક રાશિમાં પ્રવેશ કરશે. 18 ઓક્ટોબર, 2025થી 5 ડિસેમ્બર, 2025 સુધી તે કર્કમાં રહેશે. આ પછી તે ફરીથી મિથુનમાં પ્રવેશ કરશે.
મિથુન રાશિ
કેન્દ્ર ત્રિકોણ રાજયોગ આ રાશિમાટે ખૂબ ફાયદાકારક હોઈ શકે છે. ગુરુ, આ રાશિના છઠ્ઠા અને બારમા સ્થાને હોવાથી આ રાશિને લાભ થશે. આવક ઝડપથી વધી શકે છે. આ સમયગાળો તમારા માટે ફાયદાકારક હોઈ શકે છે. તમે તમારા વિરોધીઓને જીતવામાં સફળ થઈ શકો છો. કેટલાક વિવાદ અથવા તણાવ થઈ શકે છે. પરંતુ જો તમે ધૈર્ય સાથે કામ કરો છો, તો બધું નિયંત્રણમાં રહેશે.
કન્યા રાશિ
કેન્દ્ર ત્રિકોણ રાજયોગ ખૂબ ફાયદાકારક થશે. આર્થિક સ્થિતિ ઝડપથી વધુ મજબૂત બની શકે છે. નવી નોકરીની સાથે પ્રમોશનની શક્યતા છે. હિંમત અને બહાદુરી ઝડપથી વધી શકે છે. આની સાથે, વાતચીતની કળા વધી શકે છે, જેના કારણે તમે ઘણા ક્ષેત્રોમાં સફળ થઈ શકો છો. શિક્ષણના ક્ષેત્રમાં પણ સફળ થશો તમે આ સમયમાં સારી કમાણી કરી શકો છો.
કર્ક રાશિ
આ રાશિને કેન્દ્ર ત્રિકોણ રાજયોગથી લાભ થશે આર્થિક સંકટ દૂર થશે. જીવનની સમસ્યાઓ ઓછી થશે. મુશ્કેલીઓ દૂર થશે મન હળવુ થશે. રોકાણથી લાભ થશે. જીવનમાં પ્રગત્તિ થશે. મુશ્કેલીમાંથી રસ્તો કાઢી લેશો.
(Disclaimer: આ સમાચારમાં આપવામાં આવેલી માહિતી ધાર્મિક માન્યતાઓ અને સામાન્ય માહિતી પર આધારિત છે. (sandesh news) સંદેશ ન્યૂઝ આની પુષ્ટિ કરતું નથી.