વૈદિક પંચાગ અનુસાર ગ્રહ જ્યારે ગોચર કરે છે તેની સીધી અસર માનવજીવન પર પડે છે. 10 ઓગસ્ટે રાહુ અને ચંદ્રમાંની યુતિ કુંભ રાશિમાં રચાવાની છે. આ યુતિથી ખુબજ અશુભ ગ્રહણ યોગનું નિર્માણ થશે, આ યોગથી આ રાશિએ ખુબજ સંભાળીને રહેવાની જરૂર છે ધનહાનિના યોગ છે, જાણીએ આ રાશિ કઇ છે?
મીન રાશિ
ગ્રહણ યોગ તમારા માટે અશુભ સાબીત થશે. આવક કરતા જાવક વધશે. વધારાનો ખર્ચ હેરાન કરશે. માનસિક તાણ અનુભવી શકશોનુકસાન થવાની સંભાવના છે. રોકાણ કરતા પહેલા વિચાર કરજો. નવા કામની શરૂઆત થશે. તમને રોકાણથી નુકસાન થશે. મુશ્કેલી આવશે. જીવન વધારે તકલીફથી ભરેલુ રહેશે.
તુલા રાશિ
ગ્રહણ યોગ તમારા માટે નકારાત્મક રહેશે. રાહુ અને ચંદ્રમાંની યુતિ તમારી કુંડળીના છઠ્ઠા સ્થાને થશે. શત્રુઓ વધશે. કોઇ વાદ-વિવાદમાં ન ઉતરશો. સંબંધોમાં ખટાશ આવશે. કોઇને ઉધાર આપતા પહેલા સો વખત વિચારજો, આનાતી તમારા પૈસા ફસાશે, કાર્યસ્થળે થોડી મુશ્કેલી આવશે. સાવધાની રાખવી. દુર્ઘટનાના યોગ છે. વાહન સંભાળીને ચલાવવુ.
સિંહ રાશિ
માનસિક તાણ ઘેરી લેશે. શરદી-તાવ જેવા રોગ ઘેરી લેશે. આર્થિક સંકટ થાય. કામમાં બેદરકારી મુશ્કેલી નોતરશે. રોકાણ કરતા પહેલા થોડી સાવધાની રાખજો. જીભ પર કાબૂ રાખજો. સંબંધો વણસી શકે છે. જીવનમાં ઉતાર ચઢાવ આવશે. કોઇ પણ નિર્ણય લેતા પહેલા થોડીવાર વિચારવુ.
(Disclaimer: આ સમાચારમાં આપવામાં આવેલી માહિતી ધાર્મિક માન્યતાઓ અને સામાન્ય માહિતી પર આધારિત છે. (sandesh news) સંદેશ ન્યૂઝ આની પુષ્ટિ કરતું નથી.)