સમગ્ર 2026માં એ મીન રાશિમાં જ ભ્રમણ કરશે પરંતુ તેની 28મીથી શરૂ થતી માર્ગી સ્થિતિ તા.27જુલાઈ 2026સુધી રહેશે. જે લોકોને એવું લાગતું હતું કે તેમનું કામ કે લાભની સ્થિતિ ખાસ્સા સમયથી અટકેલી છે શનિ માર્ગી થયા બાદ તેમના કામ કે લાભને ગતિ મળવા લાગશે. વૈશ્વિક બજારો પરથી દબાણ હળવું થશે. કોમોડિટી-માર્કેટમાં ઉથલપાથલના દૌરને બ્રેક લાગશે. લોકો વચ્ચેની ગેરસમજો પણ દુર થતી જણાય. દરેક રાશિના લોકો માટે તેમના વ્યક્તિગત જીવન પર અસર થશે

તમામ રાશિ પર કેવી અસર

ઉત્તમ ફળ

વૃષભ રાશિ

આવકના નવા સ્ત્રોત ખુલશે. ઉચ્ચ અભ્યાસ અને વિદેશ સાથે જોડાયેલી બાબતોમાં સફળતા અપાવશે. વ્યવસાયીક મુસાફરી અને નવા કરારો લાભકારી સાબિત થશે. કાર્યક્ષેત્રે પ્રશંસા થવાથી આત્મબળમાં વધારો થાય. અટકેલા પૈસા પાછા મળી શકે છે.

કન્યા રાશિ

બાળકો તેમજ પરિવારને લગતી ચિંતામાં રાહત મળશે. વિવાહિત જીવનમાં સ્થિરતા આવે. વ્યાવસાયમાં ભાગીદારીથી લાભ મળી શકે. રચનાત્મક કાર્ય અને નવી પરિયોજના લાભકારી રહેશે. પ્રયત્નોનું ફળ મળશે. કાયદાકીય બાબતોમાં સફળતા મળે.

મકર રાશિ

આત્મવિશ્વાસમાં વધારો થશે. અધુરાં કાર્યો પૂર્ણ થાય. સ્વાસ્થ્યમાં સુધારો જોવા મળશે. જીવનમાં સ્થિરતા અને સ્પષ્ટ દિશા મળશે. કોઈ નવો વ્યવસાય શરૂ કરવાની ઈચ્છા પુરી થાય. નાના પ્રવાસની શક્યતા છે જે ફાયદારક પણ સાબીત થઈ શકે છે.

કુંભ રાશિ

 માનસિક સંતુલન અને શાંતિ મળશે. આર્થિક સ્થિતિમાં સ્થિરતા આવશે. લાંબા સમયથી અટકેલા કામોને પુર્ણ થવામાં વેગ મળશે. તણાવ ઓછો થાય અને ભાગ્યનો ભરપૂર સાથ મળતો લાગે. નોકરી બદલવાની ઈચ્છા હોય તો પ્રગતિ સાથે સારી તક સર્જાશે.

મધ્યમ ફળ-

મેષ રાશિ

અગાઉથી ચાલતી તકલીફો દુર થવા લાગશે. ખર્ચાઓ પર નિયંત્રણ આવશે. લાંબા સમયથી અટકેલા કામો હવે ગતિ પકડશે. પારિવારિક જીવન સુખદ રહેશે. સ્વાસ્થ્ય સારૂં રહે. થાક અને માનસિક પરિશ્રમને કારણે ક્યારેક ક્યારેક હતાશાનો અનુભવ થઈ શકે છે.

મિથુન રાશિ

આર્થિક સ્થિતિમાં સુધારો થશે જોકે, તેને લગતા નિર્ણયોમાં સતર્કતા જરૂર રાખવી પડશે. નાની બીમારીઓ તેમજ થાકથી બચવું. ઘરના વાતાવરણમાં ગેરસમજો દુર થશે. બેરોજગાર માટે નવી નોકરીની તક સર્જાય તેને સાવધાની રાખી ઝડપી લેવામાં વિલંબ ન કરવો.

કર્ક રાશિ

જુના ઝગડા, તકલીફોમાંથી પીછો છૂટી શકશે. આર્થિક સ્થિતિમાં સ્થિરતા રહેશે. રોકાણ કરવામાં નિર્ણયો સમજી વિચારીને કરવા. ધાર્મિક અને આધ્યાત્મિક કાર્યોમાં રૂચિ વધશે. લાંબી યાત્રાના યોગ છે પરંતુ યાત્રા દરમિયાન ખાનપાનમાં કાળજી રાખવી જરૂરી બને.

તુલા રાશિ

કેરિયરમાં લાભ અને નવી નોકરી શોધવા પ્રયત્ન કરતા હોય તેમને સફળતા મળશે. સંપત્તિ અથવા ઘર ખરીદવાનું સપનું પૂર્ણ થઈ શકે છે. કોર્ટ કચેરીમાં નિર્ણય તમારા પક્ષમાં આવી શકે છે. તબિયતનું ખાસ ધ્યાન રાખવું પડે. આવેશ અને ઉશ્કેરાટમાં આવવાથી જોખમ સર્જાય.

ધન રાશિ

 માતાના સ્વાસ્થ્યમાં સુધારો થાય. મિલકત કે વાહન ખરીદવાના યોગ છે. આર્થિક સ્થિતિમાં સુધારો થશે. ફસાયેલા નાણાં પરત મળવાની શક્યતા છે. સ્વાસ્થ્ય જાળવવા નિયમિત વ્યાયામ કરવાથી માનસિક રાહત મળે. વેપારમાં સફળતા મળશે. ખર્ચાઓ વધી શકે છે.

મીન રાશિ

લાંબા સમયથી અટકી પડેલી આર્થિક યોજનાઓને ગતિ મળશે. કેરિયરમાં પ્રગતિ અને પારિવારિક જીવનમાં ખુશીઓ મળી શકે છે. નિર્ણય લેવાની ક્ષમતામાં વધારો થાય છતાંય સાડા સાતીની અસરમાં કંઈપણ પગલું પરિવારની સલાહ બાદ જ ભરવા આગ્રહ રાખવો.

રાખવી પડશે સાવધાની -

સિંહ રાશિ

સ્વાસ્થ્ય સમસ્યાઓમાંથી મુક્તિ મળશે. ભાગીદારીમાં ફાયદો થશે. આર્થિક બાબતોમાં સાવચેત રહેવું. વિવાદોથી દુર રહેવું. કાર્યસ્થળે માનસિક દબાવ હોય તો તેમાં ઘટાડો થશે. અચાનક લાભ કે નુકશાન બંને થવું સંભવ છે એટલે કોઈપણ સાહસ વિચારીને કરવું.

વૃશ્ચિક રાશિ

ભાઈ-બહેન અને મિત્રોની સાથે સંબંધો મજબૂત થશે. વિદ્યાર્થીઓ માટે સારો સમય છે. કેરિયરમાં સફળતાની સાથે સાથે તમારા પ્રોફેશનલ સંબંધો પણ સુધરતા લાગશે. પ્રેમસંબંધોમાં ગેરસમજ દૂર થાય. સંતાનપક્ષ તરફથી સારા સમાચાર પ્રાપ્ત થઈ શકે છે.

આ પણ વાંચો:  Shani Sadhesati: આ 5 સંકેત દર્શાવે સૂર્યપુત્ર શનિદેવ થયા પ્રસન્ન


(Disclaimer: આ સમાચારમાં આપવામાં આવેલી માહિતી ધાર્મિક માન્યતાઓ અને સામાન્ય માહિતી પર આધારિત છે. (sandesh news) સંદેશ ન્યૂઝ આની પુષ્ટિ કરતું નથી.)