આજે ચંદ્રમાંએ વૃષભ રાશિમાં પ્રવેશ કર્યો છે. શુક્ર અને ગુરૂ સાથે મળીને ત્રિગ્રહી યોગ રચી રહ્યા છે. ગુરૂ અને ચંદ્રમાંની યુતિથી ગજકેસરી યોગનો સંયોગ રચાઇ રહ્યો છે. શનિદેવ ઉતરભાદ્રપદ ના પ્રથમ ચરણમાં રહીને વક્રી અવસ્થામાં છે. મૃગશિરા નક્ષત્ર સાથે હર્ષણ યોગ અને સર્વાર્થ સિદ્ધિ યોગ રચાઇ રહ્યો છે.
ત્રિગ્રહી યોગથી આ રાશિનો થશે ભાગ્યોદય
કુંભ રાશિ
કુંભ રાશિ માટે ત્રિગ્રહી યોગ ફાયદાકારક સાબિત થશે. તમને સમયાંતરે અચાનક નાણાકીય લાભ મળી શકે છે. ઉપરાંત, આ સમયે તમને અટકેલા પૈસા મળશે. સાથે જ તમારા વ્યક્તિત્વમાં પણ સુધારો થશે. તમને મિત્રો અને સહકાર્યકરો તરફથી મદદ મળશે. વ્યવસાયમાં નવા ભાગીદારો બની શકે છે અને આવકના નવા સ્ત્રોત ખુલશે. સામાજિક કાર્યક્રમોમાં ભાગીદારી વધશે. તમે પૈસા બચાવવામાં સફળ થશો.
કર્ક રાશિ
કર્ક રાશિના જાતકો માટે, આ યોગ બીજા સ્થાનમાં બનશે. આ સ્થાન પૈસા, પરિવાર અને વાણી સાથે સંબંધિત છે. આ યોગ તમારી નાણાકીય સ્થિતિને મજબૂત બનાવશે અને તમારી વાતચીતમાં મધુરતા લાવશે. જૂના રોકાણોમાંથી નફો થવાની અને નાણાકીય આયોજનમાં સફળતા મળવાની શક્યતા છે. જીવનમાં ખુશીઓ આવશે. પરિવારમાં ખુશી અને વડીલોનો સહયોગ રહેશે. વેપારીઓને ફાયદો થશે.
મીન રાશિ
નોકરીયાતને લાભ થશે. આવકના નવાસ્ત્રોત ખુલશે. જે લોકો કળાના ક્ષેત્રમાં છે તેમને લાભ થશે. અચાનક નાણાભીડ દૂર થશે. રોકાણથી ફાયદો થશે જે કાર્ય નક્કી કરશો તેમાં ફાયદો થશે અને સફળતા મળશે. જે નિર્ણય લેશો તેમાં સફળ થશો. તમારા કામની પ્રશંસા થશે.
(Disclaimer: આ સમાચારમાં આપવામાં આવેલી માહિતી ધાર્મિક માન્યતાઓ અને સામાન્ય માહિતી પર આધારિત છે. (sandesh news) સંદેશ ન્યૂઝ આની પુષ્ટિ કરતું નથી.)