13 સપ્ટેમ્બરે ગ્રહોના સેનાપતિ મંગળ હવે તુલા રાશિમાં ગોચર કરશે. મંગળનું આ ગોચર કેટલીક રાશિના લોકોના જીવનમાં ઉથલપાથલ લાવી શકે છે. આ કારણે આ રાશિના લોકોએ ખૂબ કાળજી રાખવાની જરૂર છે.

આ રાશિ રહે સાવધાન

મંગળ કન્યા રાશિમાંથી તુલા રાશિમાં પ્રવેશ કરશે અને 26 ઓક્ટોબર 2025 સુધી તુલા રાશિમાં રહેશે. વૈદિક જ્યોતિષમાં મંગળને હિંમત, જુસ્સાનો કારક અને ગ્રહોનો સેનાપતિ માનવામાં આવે છે. તે મેષ અને વૃશ્ચિક રાશિનો સ્વામી છે, મંગળ મકર રાશિમાં ઉચ્ચ અને કર્ક રાશિમાં નબળો બને છે. શુક્ર તુલા રાશિનો સ્વામી છે. આ રાશિને મંગળ માટે શત્રુ રાશિ માનવામાં આવે છે. મંગળના ગોચરના કારણે કેટલીક રાશિઓને પડકારોનો સામનો કરવો પડી શકે છે.

મેષ રાશિ માટે આ ગોચર કેવુ?

મેષ રાશિ માટે, તુલા રાશિમાં મંગળનું ગોચર સાતમા ભાવને અસર કરશે. આ ઘર જીવનસાથી, ભાગીદારી અને લગ્ન જીવન સાથે સંબંધિત છે. મંગળ મેષ રાશિનો સ્વામી છે, તુલા રાશિ શત્રુ રાશિ હોવાથી, આ ગોચર સંબંધોમાં તણાવ, ગેરસમજ અને વિવાદ પેદા કરી શકે છે. વ્યવસાયિક ભાગીદારીમાં પણ મતભેદ કે નુકસાન થવાની શક્યતા રહેશે. મંગળની તીવ્ર અને આક્રમક ઉર્જા તુલા રાશિના સંતુલન સાથે ટકરાઈ શકે છે, જેના કારણે સંબંધોમાં અસ્થિરતા આવશે.

કર્ક રાશિને થશે નુકસાન

કર્ક રાશિ માટે, મંગળનું ગોચર ચોથા ભાવમાં હશે, જે માતા, ઘર અને માનસિક શાંતિ સાથે સંબંધિત છે. આ ભાવમાં મંગળ કૌટુંબિક તણાવનું કારણ બની શકે છે, ખાસ કરીને માતા અથવા પરિવારના વડીલો સાથે મતભેદો. મિલકત સંબંધિત વિવાદ તેમજ કાર્યોમાં વિલંબ થઈ શકે છે. જે કાર્યસ્થળ પર બિનજરૂરી તણાવ અથવા સાથીદારો સાથે ઝઘડાનું કારણ બની શકે છે. છાતી, ફેફસાં અથવા હૃદય સંબંધિત સમસ્યાઓ તમને સ્વાસ્થ્યમાં પરેશાન કરી શકે છે. કર્ક રાશિ મંગળની કમજોર રાશિ છે. આ કારણે, આ અસર વધુ પડકારજનક બની શકે છે.

તુલા રાશિ તણાવ વધશે

તુલા રાશિ માટે, મંગળનું ગોચર પ્રથમ ભાવમાં હશે, જે વ્યક્તિત્વ, સ્વાસ્થ્ય અને આત્મવિશ્વાસ સાથે સંબંધિત છે. મંગળનો ઉગ્ર સ્વભાવ તુલા રાશિના શાંત અને સંતુલિત વાતાવરણથી વિપરીત છે, જેના કારણે ચીડિયાપણું, ગુસ્સો અને નિર્ણય લેવામાં ઉતાવળ થઈ શકે છે. 

Disclaimer: આ સમાચારમાં આપવામાં આવેલી માહિતી ધાર્મિક માન્યતાઓ અને સામાન્ય માહિતી પર આધારિત છે. (sandesh news) સંદેશ ન્યૂઝ આની પુષ્ટિ કરતું નથી.