બુધ આ રાશિમાં 15 મે 2026ની મધ્યરાત્રિ સુધી રહેશે, ત્યારબાદ તે વૃષભ રાશિમાં પ્રવેશ કરશે. બુધને વેપાર, શિક્ષણ, બુદ્ધિ, વાણી, વાણિજ્ય અને તર્કશક્તિનો કારક માનવામાં આવે છે. તેથી બુધના સ્થાનમાં ફેરફારનો પ્રભાવ આ ક્ષેત્રોમાં વધુ જોવા મળશે.


વૈદિક જ્યોતિષ મુજબ મેષ રાશિમાં પ્રવેશ કરતા બુધ સૂર્ય સાથે યૂતિમાં આવી ગયા છે, જેના કારણે બુધાદિત્ય યોગનું નિર્માણ થયું છે. આ રાજયોગ ખૂબ જ શુભ અને પ્રભાવશાળી માનવામાં આવે છે,

મેષ રાશિ પર અસર (Aries Zodiac)

મેષ રાશિના જાતકો માટે બુધનું લગ્ન ભાવમાં હોવું લાભદાયક સાબિત થઈ શકે છે. વ્યક્તિગત વ્યક્તિત્વમાં નીખાર આવશે. કાર્યક્ષેત્રમાં તમારા કામની પ્રશંસા થઈ શકે છે અને તમે તાર્કિક નિર્ણય લઈ શકશો. વેપારીઓ માટે સમય લાભદાયક રહેશે અને તમારી યોજના તમને સારો નફો અપાવશે. વિદ્યાર્થીઓ માટે પણ આ સમય સારો છે, એકાગ્રતા અને યાદશક્તિમાં વધારો થશે. જોકે સ્વાસ્થ્ય બાબતે સાવચેત રહેવું જરૂરી છે.

વૃષભ રાશિ પર અસર (Taurus Zodiac)

આ રાશિના જાતકોને આ સમય દરમિયાન થોડું સંભાળીને રહેવાની જરૂર છે. બારમા ભાવમાં બુધ હોવાથી અનાવશ્યક ખર્ચ વધી શકે છે અને માનસિક તણાવ અનુભવાઈ શકે છે. કોઈપણ મોટું રોકાણ કરતા પહેલા સારી રીતે વિચારવું જોઈએ. સ્વાસ્થ્ય બાબતે ખાસ ધ્યાન રાખો, નિંદ્રાની સમસ્યા અને માનસિક દબાણ થઈ શકે છે.

મિથુન રાશિ પર અસર (Gemini Zodiac)

મિથુન રાશિના જાતકો માટે બુધનો મેષમાં પ્રવેશ ખૂબ જ શુભ સાબિત થઈ શકે છે. લાભ ભાવમાં બુધ હોવાથી તમારી અનેક ઇચ્છાઓ પૂર્ણ થઈ શકે છે. નોકરી કરતા લોકોને પ્રમોશન, પગારમાં વધારો જેવી સારા સમાચાર મળી શકે છે. અટકેલો પૈસા પાછા મળી શકે છે. વેપારીઓ માટે પણ સમય અનુકૂળ છે. વિદ્યાર્થીઓ માટે આ સમય ઉત્તમ પ્રદર્શન કરવાનો રહેશે.

આ પણ વાંચો: May 2026 Rajyog 2026: મે મહિનામાં 6 મોટા રાજયોગ, આ રાશિના સફળતાના રસ્તા ખુલશે

  • Follow us on: