એપ્રિલ 2026માં બુધ ગ્રહ મહત્વપૂર્ણ પરિવર્તન કરવા જઈ રહ્યા છે. 11 એપ્રિલે બુધ મીન રાશિમાં પ્રવેશ કરશે અને 13 એપ્રિલે પૂર્વભાદ્રપદમાંથી નીકળી ઉત્તરાભાદ્રપદ નક્ષત્રમાં જશે. આ સ્થિતિ 22 એપ્રિલ સુધી રહેશે. ખાસ વાત એ છે કે બુધ પોતાની નીચ રાશિ મીનમાં રહેશે, પરંતુ ગુરુ ગ્રહની સ્થિતિને કારણે નીચભંગ રાજયોગ બની રહ્યો છે, જે કેટલીક રાશિઓ માટે લાભદાયક સાબિત થઈ શકે છે.

મિથુન રાશિ (Gemini)

મિથુન રાશિના જાતકો માટે આ સમય ખૂબ શુભ બની શકે છે. કાર્યક્ષેત્રમાં તમારા કામની પ્રશંસા થશે અને તમારી સમજદારી તમને આગળ વધવામાં મદદ કરશે. તમે મુશ્કેલ પરિસ્થિતિઓને પણ સરળતાથી સંભાળી શકશો. પરિવારિક જીવનમાં આનંદ રહેશે અને માનસિક તણાવ ઘટશે.

વૃષભ રાશિ (Taurus)

વૃષભ રાશિના લોકો માટે આ સમય આર્થિક રીતે લાભદાયક સાબિત થઈ શકે છે. વેપારમાં નફો મળશે અને નવા અવસર પ્રાપ્ત થશે. રોકાણમાંથી લાભના સંકેતો છે અને આવકના નવા સ્ત્રોત ઉભા થઈ શકે છે. નોકરી કરતા લોકોને સારી તક મળી શકે છે. વિદ્યાર્થીઓ માટે પણ આ સમય અનુકૂળ રહેશે.

ધનુ રાશિ (Sagittarius)

ધનુ રાશિના જાતકો માટે આ સમય કારકિર્દીના દૃષ્ટિકોણથી સકારાત્મક રહેશે. લાંબા સમયથી ચાલી રહેલી સમસ્યાઓ ધીમે ધીમે દૂર થશે અને સફળતા પ્રાપ્ત થવાની શક્યતા છે. નોકરી અને વ્યવસાયમાં નવા અવસર મળી શકે છે. પરિવારનો સહયોગ મળશે અને તમે યોગ્ય નિર્ણય લઈ શકશો. 

આ પણ વાંચો: Vastu Tips : આ રીતે જાણીલો ઘરમાં નેગેટિવ ઉર્જા છે કે નહી, વાસ્તુ ઉપાય અજમાવવાથી થશે લાભ

(Disclaimer: આ સમાચારમાં આપવામાં આવેલી માહિતી ધાર્મિક માન્યતાઓ અને સામાન્ય માહિતી પર આધારિત છે. (sandesh news) સંદેશ ન્યૂઝ આની પુષ્ટિ કરતું નથી.)