નવેમ્બર 2025નો મહિનો જ્યોતિષીય દૃષ્ટિએ ખાસ મહત્ત્વનો બની શકે છે. આ મહિનામાં ત્રણ મુખ્ય ગ્રહ તો રાશિ પરિવર્તન કરશે જ સાથે લાંબા સમયથી વક્રી ચાલતા શનિ મહારાજ માર્ગી થવા સાથે લોકોના જીવનમાં આમુલ પરિવર્તનના કારક સાબિત થશે.
શુક્ર બે વખત રાશિ બદલી શકશે
શુક્ર, સૂર્ય અને બુધના દર મહિને થતાં પરિવર્તન ઉપરાંત ખાસ વાત એ છે કે શુક્ર બે વખત રાશિ બદલી શકશે. સુખ અને વૈભવના દાતા શુક્ર ગ્રહ 2 નવેમ્બરે બપોરે 01.21 કલાકે કન્યા રાશિમાંથી તુલા રાશિમાં પ્રવેશ કરશે. સૂર્યદેવ 16 નવેમ્બર બપોરે 01.44 વાગ્યે તુલાથી વૃશ્ચિક રાશિમાં જશે. બુધ ગ્રહ 23 નવેમ્બર સવારે 11.27 વાગ્યે તુલા રાશિમાં પ્રવેશ કરશે. આ મહિનામાં શુક્ર એકમાત્ર એવો ગ્રહ છે જે બે વખત રાશિ પરિવર્તન કરશે, જે 26 નવેમ્બરે થશે. શનિ 28 નવેમ્બરે મીન રાશિમાં પોતાની ચાલ માર્ગી કરશે.
ગ્રહોના ફેરફારથી જાણો તમને શું થશે અસર
મેષ રાશિ
શુક્ર, સૂર્ય અને બુધના ગોચરથી સંબંધોમાં મધુરતા વધશે અને દાંપત્ય જીવનમાં નવી ઊર્જા આવશે. વ્યવસાયિક ભાગીદારીમાં લાભ થશે, પરંતુ મહિનાના અંતે થોડી માનસિક ઊથલપાથલ રહે તેવી શક્યતા છે
વૃષભ રાશિ
કામકાજમાં વ્યસ્તતા અને જવાબદારીઓ વધશે, શુક્રના પ્રભાવથી કાર્યસ્થળ પર સહયોગ મળશે. સૂર્ય આરોગ્ય પ્રત્યે સાવચેત રહેવાની સલાહ આપે છે. બુધના ગોચરથી આર્થિક લાભ થશે.
મિથુન રાશિ
પ્રેમજીવનમાં સુધારો અને સિંગલ જાતકોને કોઈ ખાસ વ્યક્તિ મળી શકે છે. વિદ્યાર્થીઓ માટે સમય અનુકૂળ સૂર્ય આત્મવિશ્વાસ વધારશે. અહંકારથી દૂર રહો બુધના ગોચરથી પરિવારમાં આનંદ આવશે.
કર્ક રાશિ
પરિવારની જવાબદારીઓ વધશે, શુક્રના ગોચરથી માતાપિતા સાથે સંબંધ સુધરશે. સૂર્ય માનસિક તાણ આપી શકે, ધ્યાન અને ધ્યાનધારણાથી લાભ થશે. બુધ મિલકત સંબંધિત કામમાં સફળતા લાવશે.
સિંહ રાશિ
યાત્રાઓ થઈ શકે અને લાભદાયી રહેશે. શુક્ર ભાઈ-બહેન સાથેના સંબંધ સુધારશે. સૂર્ય વાણીમાં તીખાશ લાવી શકે છે, તેથી સંયમ રાખો બુધ તમારો સંવાદ વધુ અસરકારક બનાવશે.
કન્યા રાશિ
આર્થિક રીતે ફાયદાકારક મહિનો શુક્રના ગોચરથી ધનપ્રાપ્તિના સંકેત સૂર્ય આત્મમૂલ્યાંકન માટે અનુકૂળ સમય બુધ નિર્ણય ક્ષમતા મજબૂત કરશે. મહિનાના અંતે ખર્ચમાં વધારો શક્ય છે.
તુલા રાશિ
શુક્રના ગોચરથી આત્મવિશ્વાસ અને આકર્ષણ વધશે. નવા સંપર્કો બનશે, સૂર્ય થોડી ચિડચિડાહટ લાવી શકે છે. ધીરજ રાખવાથી બુધ તમારા સંવાદને વધુ પ્રભાવશાળી બનાવશે.
વૃશ્ચિક રાશિ
આત્મવિશ્લેષણનો અવસર મળશે, શુક્ર માનસિક શાંતિ લાવશે અને સૂર્ય આત્મબળ વધારશે. નવા કાર્યની શરૂઆત માટે સમય અનુકૂળ તથા બુધ જૂના મિત્રોથી મુલાકાત કરાવશે.
ધનુ રાશિ
સામાજિક રીતે વ્યસ્તતા રહેશે. શુક્ર નવા મિત્રો લાવશે, સૂર્ય લક્ષ્ય પ્રત્યે ગંભીરતા લાવશે અને બુધ તમારી યોજનાઓમાં સ્પષ્ટતા લાવશે. યાત્રાઓ લાભદાયી સાબિત થશે.
મકર રાશિ
કારકિર્દીમાં નવી તકો મળશે. શુક્રથી અધિકારીઓ સાથે સંબંધ સુધરશે, સૂર્ય પ્રતિષ્ઠા આપશે અને બુધ આયોજનમાં સ્પષ્ટતા લાવશે. મહિનાના અંતે કામના તાણને સંતુલિત રાખો
કુંભ રાશિ
ભાગ્યનો સાથ મળશે. ઉચ્ચ શિક્ષણ અને ધર્મકાર્યમાં સફ્ળતા મળશે. શુક્ર આનંદ લાવશે. સૂર્ય અને બુધ તમારો દૃષ્ટિકોણ વધુ વ્યવહારુ બનાવશે. નવી બાબતો શીખવાનો અવસર મળશે.
મીન રાશિ
આર્થિક બાબતોમાં સાવધ રહેવું. શુક્ર સંબંધોમાં નજીકતા લાવશે. સૂર્ય માનસિક દબાણ આપી શકે છે, પણ તે આત્મવિકાસ માટે ફાયદાકારક રહેશે. બુધ ગુહ્ય અને સંશોધન ક્ષેત્રમાં રસ વધારશે.
(Disclaimer: આ સમાચારમાં આપવામાં આવેલી માહિતી ધાર્મિક માન્યતાઓ અને સામાન્ય માહિતી પર આધારિત છે. (sandesh news) સંદેશ ન્યૂઝ આની પુષ્ટિ કરતું નથી.)













