દ્રિક પંચાંગ મુજબ આ ગોચર રાત્રે 01 વાગ્યે 20 મિનિટે થશે. વૈદિક જ્યોતિષમાં મીન રાશિને બુધની નીચ રાશિ માનવામાં આવે છે, તેથી સામાન્ય રીતે આ સ્થિતિને નબળી ગણવામાં આવે છે। પરંતુ આ વખતે પરિસ્થિતિ કંઈક અલગ બનવાની છે.
આ ગોચર દરમિયાન નીચભંગ રાજયોગનું નિર્માણ થઈ શકે છે
જ્યોતિષ શાસ્ત્ર અનુસાર આ ગોચર દરમિયાન નીચભંગ રાજયોગનું નિર્માણ થઈ શકે છે. જ્યારે કોઈ ગ્રહ પોતાની નીચ રાશિમાં હોવા છતાં ખાસ પરિસ્થિતિઓમાં શક્તિશાળી બની જાય, ત્યારે તેને નીચભંગ રાજયોગ કહેવામાં આવે છે. આ યોગ વ્યક્તિના જીવનમાં અચાનક સકારાત્મક ફેરફારો, સફળતા અને માન-સન્માન આપનાર માનવામાં આવે છે.
આ ખાસ યોગનો પ્રભાવ તમામ 12 રાશિઓ પર પડશે, પરંતુ 3 રાશિઓ માટે તે ખાસ લાભદાયી સાબિત થઈ શકે છે.
મીન રાશિને થશે લાભ
આ રાશિના જાતકોને કરિયરમાં પ્રગતિના સારા અવસર મળી શકે છે.લાંબા સમયથી અટકેલા કામ પૂર્ણ થશે અને નવી જવાબદારીઓ મળી શકે છે. નોકરીયાત લોકોને પ્રમોશન અથવા પગાર વધારો મળવાની શક્યતા છે, જ્યારે વેપારીઓ માટે પણ આ સમય નફાકારક સાબિત થઈ શકે છે.
કુંભ રાશિનો સમય બદલાશે
આર્થિક રીતે પણ આ સમય અનુકૂળ રહેશે. આવકના નવા સ્ત્રોત ઊભા થઈ શકે છે અને રોકાણથી લાભ મળવાની શક્યતા છે. પરિવારમાં ખુશીનું વાતાવરણ રહેશે અને સંબંધોમાં મીઠાશ વધશે. માનસિક રીતે પણ વ્યક્તિ વધુ આત્મવિશ્વાસ અનુભવશે.
સિંહ રાશિને થશે અનેક લાભ
આ ગોચર સિંહ રાશિમાટે લાભ આપનાર રહેશે, આવકના નવા સ્ત્રોત ખુલશે. જીવનના દરેક માર્ગ મોકળા થશે. તેથી પણ કેટલીક બાબતોમાં સાવચેતી રાખવી જરૂરી છે. નિર્ણય લેતી વખતે ઉતાવળ ટાળવી અને વિચારીને પગલાં ભરવા જોઈએ. એકંદરે, બુધનું આ ગોચર અને બનનાર નીચભંગ રાજયોગ ઘણા લોકો માટે ભાગ્ય ચમકાવનાર સાબિત થઈ શકે છે.
આ પણ વાંચો : April Born Personality: એપ્રિલમાં જન્મેલા જાતકોમાં હોય આ ખુબી, આ ક્ષેત્રમાં મેળવે નામના
(Disclaimer: આ સમાચારમાં આપવામાં આવેલી માહિતી ધાર્મિક માન્યતાઓ અને સામાન્ય માહિતી પર આધારિત છે. (sandesh news) સંદેશ ન્યૂઝ આની પુષ્ટિ કરતું નથી.)